Home> India
Advertisement
Prev
Next

Maharashtra: વર્ધામાં ગમખ્વાર અકસ્માત, ધારાસભ્યના પુત્ર સહિત મેડિકલના 7 વિદ્યાર્થીઓના દર્દનાક મોત

મહારાષ્ટ્રના વર્ધામાં થયેલા ભીષણ અકસ્માતમાં વિધાયકના પુત્ર સહિત 7 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત મોડી રાતે થયો. 

Maharashtra: વર્ધામાં ગમખ્વાર અકસ્માત, ધારાસભ્યના પુત્ર સહિત મેડિકલના 7 વિદ્યાર્થીઓના દર્દનાક મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના વર્ધામાં થયેલા ભીષણ અકસ્માતમાં વિધાયકના પુત્ર સહિત 7 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત મોડી રાતે થયો. મળતી માહિતી મુજબ સેલ્સુરા શિવારથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓની ગાડી સામે જંગલી જાનવર આવી ગયું. તેને બચાવવાના ચક્કરમાં ગાડી બેકાબૂ બની અને પુલને તોડી ખાઈમાં ખાબકી.

40 ફૂટ ઊંડી ખાઈમાં પડી કાર
મળતી માહિતી મુજબ મેડિકલના વિદ્યાર્થીઓ રાતનું ભોજન કર્યા બાદ વર્ધા જઈ રહ્યા હતા. બ્રિજ પર કાર પસાર થઈ તે વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર 20થી 40 ફૂટ ઊંડી ખાઈમાં જઈ ખાબકી. આ દુર્ઘટનામાં કારના ફૂરચા ઉડી ગયા. 

અકસ્માતમાં ભાજપના ધારાસભ્યના પુત્રનું મોત
અત્રે જણાવવાનું કે વિજય રહાંગડાલે મહારાષ્ટ્રની તિરોડા વિધાનસભા બેઠકથી વિધાયક છે. જે ગાડી બ્રિજ પરથી ખાબકી તેમા વિધાયક વિજય રહાંગડાલેનો પુત્ર આવિષ્કાર રહાંગડાલે પણ હતો. દુર્ઘટનામાં આવિષ્કાર રહાંગડાલેનું પણ મોત થયું. આવિષ્કાર રહાંગડાલે એક મેડિકલ સ્ટુડન્ટ હતો અને અકસ્માતમાં આવિષ્કાર રહાંગડાલે સાથે અન્ય 6 વિદ્યાર્થીઓના પણ મોત થયા. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં થયેલા આ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. 

વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે અકસ્માત વર્ધાના સેલસુરામાં ગત રાતે લગભગ સાડા અગિયાર વાગે થયો. મૃતકો વર્ધા જઈ રહ્યા હતા. પરંતુ તેમની કાર રસ્તામાં જ બ્રિજ પરથી નીચે ખાબકી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More