Home> Business
Advertisement
Prev
Next

Zee Media નું ડિજિટલની દુનિયામાં નવું સોપાન, દક્ષિણની 4 ભાષામાં આજે લોન્ચ થઈ નવી ચેનલ

ઝી મીડિયાના ફાઉન્ડર ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ આ ચેનલોનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું. 

Zee Media નું ડિજિટલની દુનિયામાં નવું સોપાન, દક્ષિણની 4 ભાષામાં આજે લોન્ચ થઈ નવી ચેનલ

Zee Media: દેશના સૌથી મોટા મીડિયા નેટવર્કમાં સામેલ  ઝી મીડિયા(Zee Media) પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. દેશના દક્ષિણી ભાગમાં આજે 4 નવી ડિજિટલ ન્યૂઝ ચેનલ લોન્ચ કરવામાં આવી છે. ઝી મીડિયા દક્ષિણ ભારતની 4 પ્રમુખ ભાષાઓમાં ડિજિટલ ન્યૂઝ ચેનલ લઈને આવ્યું છે. જેમાં કન્નડ ભાષામાં ઝી કન્નડ ન્યૂઝ, તમિલ ભાષામાં ઝી તમિલ ન્યૂઝ, તેલુગુ ભાષામાં ઝી તેલુગુ ન્યૂઝ, અને મલિયાલમ ભાષામાં ઝી મલિયાલમ ન્યૂઝ સામેલ છે. ઝી મીડિયાના ફાઉન્ડર ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ આ ચેનલોનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું. 

આજથી પ્રસારણ શરૂ
ઝી મીડિયાએ પહેલીવાર ડિજિટલ ટીવી ચેનલ લોન્ચ કરી છે. ઝી મીડિયાની આ ચેનલોનું પ્રસારણ 25 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગયુ છે. ઝી તેલુગુ ન્યૂઝનું ડિજિટલ ટીવી પહેલા તેલુગુ રાજ્યો માટે એક મંચ તરીકે હૈદરાબાદમાં લોન્ચ કરાઈ. કન્નડ દર્શકો માટે 25 જાન્યુઆરીના રોજ બેંગ્લુરુમાં ઝી કન્નડ ન્યૂઝ નામથી ડિજિટલ ચેનલ લોન્ચ કરવામાં આવી. 

fallbacks

લાઈવ ટીવી ફોર્મેટમાં હશે ડિજિટલ ચેનલ
દક્ષિણ ભારતના રાજ્યોની એક અન્ય ભાષા છે તમિલ. ઝી મિડિયા પહેલેથી તમિલમાં લોકપ્રિય છે. ઝી તમિલ ન્યૂઝ નામથી ડિજિટલ ટીવીનું પ્રસારણ પણ 25 જાન્યુઆરીથી શરૂ થઈ ગયુ છે. મલિયાલી દર્શકોને ધ્યાનમાં રાખતા ઝી મીડિયા ઝી મલિયાલમ ન્યૂઝ નામથી ડિજિટલ ટીવી શરૂ કરી છે. આ લાઈવ ટીવી ફોર્મેટમાં હશે. જે સંબંધિત વેબસાઈટ્સ પર એમ્બેડેડ કરવામાં આવશે. સ્વચાલિત રીતે આ ચેનલ યૂટ્યૂબ અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ હશે. 

દક્ષિણના દરેક ઘર સુધી પહોંચવાનો હેતુ
ડૉ. સુભાષ ચંદ્રાએ આ અવસરે કહ્યું કે આ ચેનલોને લોન્ચ કરવા પાછળનો હેતુ દક્ષિણના દરેક ઘર સુધી પહોંચવાનો છે અને તેમને તેમની પોતાની ભાષામાં જોડવાનો છે. તેનાથી માત્ર દેશ અને દુનિયાની પરંતુ તેમના રાજ્યોના દરેક ખુણાથી ખબરો પહોંચાડવાનો હેતુ છે. ડિજિટલ ચેનલ હોવાના કારણે કન્ટેન્ટનો વિસ્તાર અને વિવિધતા ખુબ વધુ રહેશે. દક્ષિણના લોકો ફક્ત સમાચારો માટે ડિજિટલ વધુ પસંદ કરે છે. આથી તેમના રાજ્યોમાંથી પ્રત્યેકમાં ચેનલની પસંદ નંબર વન બનવાનો છે. 

કેટલું મોટું છે ઝી નેટવર્ક
Zee Media ને ન્યૂઝ બિઝનેસમાં 26 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ઝી મીડિયા પાસે 6 અલગ અલગ ભાષાઓમાં 14 ન્યૂઝ ચેનલ છે. આ ચેનલની પાસે લગભગ 220 મિલિયન વ્યૂઅર્સ છે. આ સાથે જ ડિજિટલ સ્પેસમાં તેમની પાસે 362 મિલિયન યૂઝર્સ છે. ઝી મીડિયા પાસે સમગ્ર ભારતમાં ન્યૂઝ બ્યૂરો અને સંવાદદાતાની સાથે સાથે સૌથી ઝડપથી વધતું ન્યૂઝ ચેનલ નેટવર્ક છે. ડિજિટલ ગ્રોથ એન્જિન છે, જે આ ચેનલ્સને આગળ વધારશે. આ કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને રેવન્યૂની સંભાવનાઓના મામલે ઘણી જગ્યા ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ ન્યૂઝ સ્પેસમાં તમામ પ્રોજેક્ટ્સને સફળ બનાવવા માટે કંપની સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More