Home> LifeStyle
Advertisement
Prev
Next

4 અઠવાડિયામાં બરફની જેમ ઓગળી જશે ચરબી, દૂધ સાથે આ 2 વસ્તુ લેવાની કરો શરુઆત

Chia seeds and honey with milk: એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. આવું તમે પણ માનતા હોય તો આજે તમને એક એવી ટીપ્સ જણાવીએ જેને મદદથી ચાર અઠવાડિયામાં જ તમારું વધેલું વજન સરળતાથી ઘટી શકે છે. વજન ઘટાડવા માટે ડાયટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વજન ઝડપથી ઉતરી શકે છે.

4 અઠવાડિયામાં બરફની જેમ ઓગળી જશે ચરબી, દૂધ સાથે આ 2 વસ્તુ લેવાની કરો શરુઆત

Chia seeds and honey with milk: એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. આવું તમે પણ માનતા હોય તો આજે તમને એક એવી ટીપ્સ જણાવીએ જેને મદદથી ચાર અઠવાડિયામાં જ તમારું વધેલું વજન સરળતાથી ઘટી શકે છે. વજન ઘટાડવા માટે ડાયટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વજન ઝડપથી ઉતરી શકે છે. જો ઝડપથી વજન ઘટાડવું હોય તો પ્રોટીન અને ફાઇબર ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. પ્રોટીન હોર્મોન હેલ્થ, ભૂખ અને મસલ્સને હેલ્ધી રાખવાનું કામ કરે છે. સાથે જ ફાઇબર મેટાબોલિક રેટ વધારે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે. આ બંને વસ્તુના કોમ્બિનેશન સાથે પણ તમે વજન ઝડપથી ઘટાડી શકો છો. જો તમારે 4 અઠવાડિયામાં જ વજન ઘટાડવું હોય તો દૂધની સાથે આ બે વસ્તુ લેવાનું રાખો.

4 અઠવાડિયામાં વજન ઘટાડવાની ટિપ્સ

આ પણ વાંચો:

બપોરે જમ્યા પછી 15 મિનિટ સુવું જરૂરી, જાણો 15 મિનિટના આરામથી શરીરને થતા લાભ વિશે

મોંઘી ટ્રીટમેન્ટ વિના એકદમ ફ્રીમાં સ્ટ્રેટ થશે વાળ, ફોલો કરો તમને અનુકૂળ આવે તે રીત

હેર કલરની નહીં પડે જરૂર, આ 5 વસ્તુઓનો કરશો ઉપયોગ તો મૂળમાંથી સફેદ થઈ જશે વાળ

4 અઠવાડિયામાં વજન ઘટાડવું હોય તો દૂધમાં ચીયાસીડ અને મધ ઉમેરીને પીવાનું રાખવું જોઈએ. દિવસની શરૂઆત અથવા તો બ્રેકફાસ્ટની સાથે ચીયાસીડમાં મધ અને દૂધ ઉમેરીને પીવાથી શરીરને ત્રણ પ્રકારના ફાયદા થાય છે. 

- દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે જે ભૂખના હોર્મોનને વધારે છે અને વેટ લોસ કરવામાં મદદ કરે છે. 

- ચીયાસીડ ફાઇબરથી ભરપૂર છે અને તે પણ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. ચીયાસિડમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં જામેલા ફેટને બહાર કાઢવામાં મદદ કરે છે. 

- મધ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. 

આ પણ વાંચો:

સફેદ કપડાની પીળાશ 5 રૂપિયામાં થશે દુર, આ ટ્રિક અજમાવશો તો નવા હોય તેવા ચમકશે કપડા

Skin Care: તજના આ ફેસપેકથી ચહેરા પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

- વજન ઘટાડવા માટે દૂધમાં ચીયા સીડ્સ ઉમેરીને ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનાથી વજન ઘટે છે અને સાથે જ ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. ચીયાસીડ અને દૂધનું કોમ્બિનેશન પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત દૂધ હાડકાને ફાયદો કરે છે અને મજબૂત બનાવે છે. 

જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો દૂધમાં ચીયાસીડ ઉમેરી થોડીવાર રાખો. ત્યાર પછી દૂધને પીતા પહેલાં તેમાં થોડું મધ ઉમેરો. આ દૂધને સવારે નાસ્તા પહેલા લેવાથી સૌથી વધુ ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More