Home> India
Advertisement
Prev
Next

ભારતમાં સૌથી મોટો 'જમીનદાર' કોણ છે? : તમે જાણો છો 38,37,793 એકર જમીન કોની પાસે છે?

શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે? સૌથી મોટો 'જમીનદાર' કોણ છે? આ જમીનોની કિંમત કેટલી છે? ચાલો તમને જણાવીએ...

ભારતમાં સૌથી મોટો 'જમીનદાર' કોણ છે? : તમે જાણો છો 38,37,793 એકર જમીન કોની પાસે છે?
Updated: Jan 03, 2024, 07:02 PM IST

નવી દિલ્હીઃ Who is the Biggest Land Owner in India: ભારતમાં જમીનના ભાવ દરરોજ આસમાને પહોંચે છે. મુંબઈ-ચેન્નઈ જેવા મહાનગરોમાં રહેઠાણ માટે બહુ ઓછી જમીન બચી છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં, ભારતને તેના નાગરિકોની આવાસની જરૂરિયાતો પૂરી કરવા માટે 40 થી 80 લાખ હેક્ટર વધારાની જમીનની જરૂર પડશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં જમીન માટે વધુ અરાજકતા સર્જાવાની ખાતરી છે. શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે? સૌથી મોટો 'જમીનદાર' કોણ છે?

કોની પાસે સૌથી વધુ જમીન છે?

આનો સીધો જવાબ ભારત સરકાર છે. ગવર્નમેન્ટ લેન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ (GLIS)ની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2021 સુધીમાં ભારત સરકાર લગભગ 15,531 ચોરસ કિલોમીટર જમીનની માલિક હતી. આ જમીન 51 મંત્રાલયો અને 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે છે.

આનાથી નાના ઘણા દેશો છે
ભારત સરકાર પાસે જેટલી જમીન છે એના કરતાં નાના 50 દેશો છે. જેમ કે- કતાર (11586 sqk), બહામાસ (13943 sqk), જમૈકા (10991 sqk), લેબનોન (10452 sqk), ગામ્બિયા (11295 sqk), સાયપ્રસ (9251 sqk), બ્રુનેઇ (5765 sqk7), બહરિન (5765 sqk7), સિંગાપોર (726 sqk) વગેરે.

આ પણ વાંચોઃ શું 6 થી 10 રૂપિયા જેટલો ઘટવાનો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો સરકારનો જવાબ

કયા મંત્રાલય પાસે સૌથી વધુ જમીન છે?
જો આપણે મંત્રાલય મુજબના આંકડાઓ જોઈએ તો સૌથી વધુ જમીન રેલવે પાસે છે. ભારતીય રેલવે દેશભરમાં 2926.6 ચોરસ કિલોમીટર જમીન ધરાવે છે. આ પછી સંરક્ષણ મંત્રાલય (સેના) અને કોલસા મંત્રાલય (2580.92 ચોરસ કિલોમીટર) આવે છે. ઊર્જા મંત્રાલય ચોથા સ્થાને (1806.69 ચોરસ કિલોમીટર), ભારે ઉદ્યોગ પાંચમા સ્થાને (1209.49 ચોરસ કિલોમીટર જમીન) અને શિપિંગ છઠ્ઠા સ્થાને (1146 ચોરસ કિલોમીટર જમીન) છે.

જમીનની બાબતમાં રેલવે સૌથી આગળ છે.
બીજા નંબરે કોણ છે?

આ તો ભારત સરકારની વાત છે, પરંતુ શું તમે જાણો છો કે જમીનની બાબતમાં ભારત સરકાર પછી બીજા ક્રમે કોણ છે? ન તો તે બિલ્ડર છે કે ન તો રિયલ એસ્ટેટ મુગલ, પરંતુ કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયા ભારત સરકાર પછી બીજા નંબરની સૌથી મોટી જમીનની માલિક છે. તે દેશભરમાં હજારો ચર્ચ, ટ્રસ્ટ, ચેરિટેબલ સોસાયટીઓ, શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોનું સંચાલન કરે છે.

કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાએ 1972ના ઈન્ડિયન ચર્ચ એક્ટ પછી મોટી માત્રામાં જમીન હસ્તગત કરી હતી, જેનો પાયો એક સમયે બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. બ્રિટિશરોએ યુદ્ધ પછી કબજે કરેલી જમીન ચર્ચને સસ્તા દરે લીઝ પર આપી દેતા હતા, જેથી તેઓ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરી શકે.

આ પણ વાંચોઃ 9 વર્ષની ઉંમરે લગ્ન, સમય-સમાજ-સ્થિતિ સામે સંઘર્ષ! દેશના પહેલાં મહિલા શિક્ષકની કહાની

ચર્ચની જમીનની કિંમત કેટલી છે?
મીડિયમ પર પ્રકાશિત અહેવાલ મુજબ, કેથોલિક ચર્ચ દેશભરમાં 14429 શાળા-કોલેજ, 1086 તાલીમ સંસ્થાઓ, 1826 હોસ્પિટલો અને દવાખાનાઓ ચલાવે છે. એક અંદાજ મુજબ કેથોલિક ચર્ચની કુલ જમીનની કિંમત 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

ત્રીજા નંબરે કોણ છે?
જમીનની બાબતમાં વકફ બોર્ડ ત્રીજા સ્થાને છે. વક્ફ બોર્ડ 1954ના વક્ફ એક્ટ હેઠળ રચાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. તે દેશભરમાં હજારો મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનું સંચાલન કરે છે અને આ જમીનોની માલિકી ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે