Home> Gujarat
Advertisement
Prev
Next

આનંદો! ગૌણ સેવામાં 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર, 17 કેડર માટે જાહેરાત, કાલથી ફોર્મ ભરાશે

Gaun Seva Pasandgi Mandal: ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે.

આનંદો! ગૌણ સેવામાં 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર, 17 કેડર માટે જાહેરાત, કાલથી ફોર્મ ભરાશે
Updated: Jan 03, 2024, 07:52 PM IST

Gaun Seva Pasandgi Mandal: તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. 

કબૂતરબાજી કેસમાં વધુ એક નવો ખુલાસો; 5 રાજ્યો સુધી પથરાયેલા છે કૌભાંડના મૂળ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. બીજી બાજુ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. 

જેનો ભય હતો એ જ થયું! માત્ર 2 દિવસમાં ફરી ગુજરાતમાં જામશે વરસાદ, મજબૂત સિસ્ટમ સક્રિય

ફીમાં વધારો કરવા નિર્ણય
ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. 

ગુજરાત સરકાર પર કોંગ્રેસનો આક્ષેપ! મસમોટી સરકારી જમીન પ્રાઈવેટ કંપનીઓને પધરાવાઈ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે