Home> India
Advertisement
Prev
Next

VIDEO: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે એક્ટિવ છે 'ગાલી ગેંગ'

વિરોધ પક્ષના અનેક નેતાઓએ તેમના સામે 'ગાલી ગેન્ગ' બનાવી રાખી છે, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાની અનેક રેલીઓમાં કર્યો છે. વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પીએમ મોદી માટે અમર્યાદિત ભાષાનો ઉપયોગ અનેક વખત કરવામાં આવી રહ્યો છે 
 

VIDEO: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે એક્ટિવ છે 'ગાલી ગેંગ'

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં પહોંચવાની સાથે-સાથે માહોલ પણ હવે ગરમ થતો જઈ રહ્યો છે. નેતાઓ એક-બીજાને અપમાનિત કરતા, વિવાદિત ટિપ્પણી અને ગાળો બોલવાનું પણ બાકી નથી રાખી રહ્યા. આ બધાનો સામનો પીએમ મોદીને પણ કરવો પડી રહ્યો છે. વિરોધ પક્ષના અનેક નેતાઓએ તેમના સામે એક 'ગાલી ગેંગ' બનાવી રાખી છે. જેનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાની અનેક રેલીઓમાં કર્યો છે. વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પીએમ મોદી માટે અમર્યાદિત ભાષાનો ઉપયોગ અનેક વખત કરવામાં આવી રહ્યો છે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ પીએમ મોદી માટે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી નાખી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી ઔરંગઝેબના આધુનિક અવતાર છે. તેમણે વારાણસીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે કાશીમાં ઔરંગઝેબ કાશીમાં ગુંડાગીરી કરવા ઉતર્યો હતો. માકપા નેતા સીતારામ યેચુરી પણ પીએમ મોદી માટે અપશબ્દો બોલી ચૂક્યા છે. 

બુધવારે હરિયાણના કુરુક્ષેત્રમાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ પોતે જ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના માટે ઉપયોગ કરાયેલા કથિત અપશબ્દો ગણાવતા કહ્યું હતું કે, આ પાર્ટીની 'પ્રેમની ડિક્શનરી' છે. પીએમ મોદીએ તેમના માટે ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો ગણાવતા કહ્યું કે, વિરોધ પક્ષે તેમના માતાને પણ છોડ્યા નથી. 

બેવડી નાગરિક્તા મુદ્દે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ, અરજી ફગાવી

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, કોંગ્રેસે તેમની સરખામણી હિટલર, દાઉદ ઈબ્રાહિમ, મુસોલિની વગેરે સાથે કરી છે અને તેમને ઔરંગઝેબ કરતાં પણ વધુ ક્રૂર દર્શાવાયા છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે, "કોંગ્રેસના એક નેતાએ તેમને ગંદા નાણીનો જીવ ગણાવ્યો હતો, એક નેતાએ મને ગાંડો કુતરો કહ્યો હતો, જ્યારે અન્ય એક નેતાએ ભસ્માસુર કહ્યો હતો. વિદેશ મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના એક નેતાએ મને વાંદરો કહ્યો હતો."

પીએમ મોદીએ કહ્યું કે, "તેમણે મારી માતાનું પણ અપમાન કર્યું છે અને ત્યાં સુધી પુછી નાખ્યું કે મારા પિતા કોણ છે? યાદ કરો, આ બધી જ વાતો મારા વડાપ્રધાન બન્યા પછી કહેવાઈ છે."

તેજ બહાદ્દુરને સુપ્રીમનો ઝટકો, ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની અરજી અદાલતે ફગાવી 

વડાપ્રધાને મહેણુ મારતા કહ્યું કે, "તેઓ મારા પર પ્રેમ વરસાવી રહ્યા છે. હું કોંગ્રેસ અને મહામિલવટી સાથીદારોને મનમાની કરવા દેતો નથી. તેમના ભ્રષ્ટાચાર, વંશવાદને વાંરવાર પડકાર ફેંકું છું આથી આ લોકો વારંવાર પ્રેમનો નકાબ પહેરીને મને ગાળો આપતા રહે છે."

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક.... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More