Home> Entertainment
Advertisement
Prev
Next

તમિલ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડી હવે હિન્દીમાં, શાહિદ કપૂર બન્યો 'કબીર સિંહ', આ તારીખે આવશે ટ્રેલર

તમિલની બ્લોકબસ્ટર મૂવી અર્જુન રેડ્ડીની હિન્દીમાં રીમેક કબીર સિંહ બની છે. જેમાં શાહિદ કપૂર મુખ્ય રોલમાં છે. આ ફિલ્મનું ટ્રેલર પણ હોટ રહ્યું હતું અને તાજેતરમાં શાહિદનું એક પોસ્ટર રિલીઝ થયું છે. આગામી 13 મેના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે.

તમિલ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડી હવે હિન્દીમાં, શાહિદ કપૂર બન્યો 'કબીર સિંહ', આ તારીખે આવશે ટ્રેલર

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા કપૂરની આગામી ફિલ્મ કબીર સિંહનું નવું પોસ્ટર બુધવારે રિલીઝ થયું છે. ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યા બાદ નિર્માતા દ્વારા આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં શાહિદ કપૂર ચશ્મા પહેરી બેડ બોયના લુકમાં નજર આવી રહ્યો છે. પોસ્ટરમાં એની અન્ય તસ્વીરો પણ છે અને સાથે અભિનેત્રી કિયારા અડવાણી પણ દેખાય છે. શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટર પોસ્ટ કર્યું છે અને એની સાથે ટ્રેલર રિલીઝ અંગે પણ જાણકારી આપી છે. શાહિદે સ્પષ્ટતા કરી છે કે ટ્રેલર 13 મેના રોજ રિલીઝ કરાશે. 

શાહિદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહિત છે. આ ફિલ્મ તમિલ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડીની રિમેક છે. ફિલ્મની વાર્તા એક મેડિકલ સ્ટૂડન્ટ પર આધારિત છે. જે પોતાની જુનિયર સાથે પ્રેમ કરે છે. આ ફિલ્મમાં શાહિદ બ્રિલિયન્ટ બેડ બોયની ઇમેજમાં દેખાઇ રહ્યો છે. 

અહીં નોંધનિય છે કે, રિયલ મૂવીમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા અને શાલિની પાંડેએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જે હિન્દીમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી કરશે. આ અગાઉ ફિલ્મમાં શાહિદ સાથે બોલીવુડની નવી સ્ટૂડન્ટ એટલે કે તારા સુતરિયાને લેવાની વાત સામે આવી હતી. આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. 

બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ, જાણો એક ક્લિક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More