Home> India
Advertisement
Prev
Next

કેન્દ્રીય મંત્રીએ Arvind Kejriwal અને દિલ્હીના ઉપરાજ્યપાલને લખ્યો પત્ર, કહ્યું- CM એ National flag નું કર્યું અપમાન

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ(Prahlad Patel) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ Arvind Kejriwal અને દિલ્હીના ઉપરાજ્યપાલને લખ્યો પત્ર, કહ્યું- CM એ National flag નું કર્યું અપમાન

નવી દિલ્હી: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ(Prahlad Patel) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યો છે. પ્રહ્લાદ પટેલે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ખોટી રીતે લગાવવાને લઈને સવાલ ઉઠાવ્યો છે. 

'બેકગ્રાઉન્ડમાં લાગેલો તિરંગો સંહિતાની રીતે યોગ્ય નથી'
પ્રહ્લાદ પટેલના પત્રમાં કહેવાયું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે તિરંગો લાગ્યો છે તે તિરંગો સંહિતાની રીતે યોગ્ય નથી. આ ભૂલને તરત સુધારવામાં આવે.

તિરંગાનું અપમાન કરી રહ્યા છે દિલ્હીના સીએમ- પ્રહ્લાદ પટેલ
Zee News સાથે વાત કરતા સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે કહ્યું કે 'અરવિંદ કેજરીવાલના બેકગ્રાઉન્ડમાં જે પ્રકારે લીલા રંગને દેખાડવામાં આવ્યો છે તે જોઈને એવું લાગે છે કે સફેદ ભાગને ઓછો કરીને લીલા રંગને જોડવામાં આવ્યો છે. જે રાષ્ટ્રીય ધ્વજ સંહિતાનો ભંગ છે. દિલ્હીના મુખ્યમંત્રી ભારતીય તિરંગાનું અપમાન કરી રહ્યા છે.' 

fallbacks

સજાવટ માટે લગાવવામાં આવ્યો છે રાષ્ટ્રીય ધ્વજ?
પત્રમાં પ્રહ્લાદ પટેલે લખ્યું છે કે 'દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે પણ ટીવી  ચેનલ પર સંબોધન કરે છે ત્યારે તેમની ખુરશી પાછળ લાગેલો રાષ્ટ્રીય ધ્વજના સ્વરૂપ પર ધ્યાન જાય છે. કારણ કે મને તે તેની ગરિમા અને બંધારણીય રીતે અલગ જણાય છે. રાષ્ટ્રીય ધ્વજને જાણે સજાવટ માટે તૈયાર કરીને લગાવવામાં આવ્યો છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More