Home> Gujarat
Advertisement
Prev
Next

ECS કરવાનું કહી ગઠીયાએ પડાવ્યા રૂપિયા, ક્રેડિટકાર્ડનું બીલ ભરવામાં વૃદ્ધને 40 હજારનો લાગ્યો ચૂનો

અમદાવાદ (Ahmedabad) ના ગુલબાઈ ટેકરા ખાતે રહેતા એક સીનીયર સીટીઝને પોતાનું એમેઝોન ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ (Credit Card) નું બાકી બિલ ભરી દેવા બપોરે તેઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

ECS કરવાનું કહી ગઠીયાએ પડાવ્યા રૂપિયા, ક્રેડિટકાર્ડનું બીલ ભરવામાં વૃદ્ધને 40 હજારનો લાગ્યો ચૂનો

મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્યભરમાં (Gujarat) ઠગ ટોળકી ઓનલાઈન પેમેન્ટના (Online Payment) બહાને છેતરપીંડી કરતી હોવાનું હવે સૌ કોઈ માટે નવી વાત નથી. પણ અમદાવાદ (Ahmedabad) ના એક સીનીયર સિટીઝનને ક્રેડીટ કાર્ડનું બીલ ભરવું મોંધુ પડ્યુ છે. જોકે આ અંગે સીનીયર સીટીઝને ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન (Police Station) માં ફરિયાદ પણ નોધાવી છે. 

ફરિયાદની હકીકત કંઇક આમ છે કે અમદાવાદ (Ahmedabad) ના ગુલબાઈ ટેકરા ખાતે રહેતા એક સીનીયર સીટીઝને પોતાનું એમેઝોન ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ (Credit Card) નું બાકી બિલ ભરી દેવા બપોરે તેઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને પોતે આકાશ વર્મા દિલ્હી ખાતેની બેંકની હેડ ઓફિસમાંથી બોલતો હોવાનું જણાવી વાતચીત શરૂ કરી હતી. 

સિનિયર સીટીઝને પોતાનું ક્રેડિટ કાર્ડ (Credit Card) બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી બાકી બિલની રકમનું ECS કરવાની લાલચ આપી હતી. બાદમાં ડેબિટ કાર્ડ (Credit Card) નો CVV નંબર માંગી મોબાઈલ નંબર પર આવેલા OTP માંગ્યો અને પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયાનું આશ્વાસન આપી ગઠીયાએ ફોન મુક્ત જ એકાઉન્ટમાંથી 40,000 રૂપિયા ઉપડી ગયા હતા. 

આ રૂપિયા ડિડકટ થયા હોવાનો મેસેજ આવતા જ સીનીયર સીટીઝને સામેવાળી વ્યક્તિએ તાત્કાલિક ફોન કરતા કોઈ પણ જવાબ મળ્યો નહી. જોકે બાદમાં સાઈબર ક્રાઈમનો ભોગ બ્નાયાની જાણ થતા સીનીયર સીટીઝને ફરિયાદ કરી હતી. હાલ તો ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Police) આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

ત્યારે મહત્વનું છે કે અગાઉ સાયબર ક્રાઇમે (Cyber Crime) આવી અનેક ટોળકી પકડી હતી ત્યારે પોલીસ ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરી રહી છે. પંરતુ નાગરીકોએ પણ આ વાત સમજવી જરૂરી છે કે કોઈપણ ફોનમાં બેંક કે અન્ય કોઈ અજાણી વ્યક્તિને બેંક (Bank) નો OTP , CVV નંબર કે વ્યક્તિગત ખાતાની જાણકારી માંગવાથી આપવી જોઈએ નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More