Home> India
Advertisement
Prev
Next

પંજાબના કોટકપુરામાં બે મહિલાઓ સાથે જાહેર રસ્તા પર મારામારી, લોકો તમાશો જોતા રહ્યા

બે વ્યક્તિ મહિલાઓને જાહેરમાં ઢોર માર માર્યો હતો, તેમના વાળ પકડીને સડક પર ઢસડી હતી તેમ છતાં હાજર લોકો મૌન બનીને તમાશો જોતા રહ્યા હતા, વીડિયો વાયરલ થયા પછી પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે 
 

પંજાબના કોટકપુરામાં બે મહિલાઓ સાથે જાહેર રસ્તા પર મારામારી, લોકો તમાશો જોતા રહ્યા

ચંડીગઢ(દેવાનંદ): પંજાબના ફરીદકોટ શહેરના કોટકપુરા વિસ્તારમાં બે લોકોએ બે મહિલાઓને જાહેરમાં ફટકારી હતી. તેઓ મહિલાઓને મારતા-મારતા સડક પર લઈ આવ્યા હતા અને તેમના વાળ પકડીને ખેંચી રહ્યા હતા. જોકે, શરમજનક બાબત એ છે કે સડક પર હાજર લોકો આ તમાશો જોઈ રહ્યા હતા અને વીડિયો ઉતારતા હતા, પરંતુ એક પણ વ્યક્તિ આ મહિલાઓને બચાવા માટે આગળ આવી ન હતી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે આરોપીની શોધખોળ ચાલુ કરી છે. 

ભીમ આર્મી દ્વારા આ ઘટનામાં આરોપીઓની વહેલામાં વહેલી તકે ધરપકડ કરીને તેમના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોટકપુરાના ચોપડાબાગ નજીક બે વ્યક્તિ બે મહિલાને પકડીને મારી રહી હતી. આથી, ત્યાં ભારે ભીડ એક્ઠી થઈ ગઈ અને કેટલાક લોકો ઘટનાનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આરોપીઓ મહિલાઓને નિર્દયી રીતે માર મારીને ફરાર થઈ ગયા હતા, પરંતુ હાજર લોકોએ તેમને પકડવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો નહીં. 

આરોપીઓના ફરાર થઈ ગયા પછી ઘાયલ મહિલાઓને ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. પીડિત મહિલાઓમાંની એક રાનીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કરેલી ફરિયાદ અનુસાર તેની ફોટોગ્રાફીની એક દુકાન છે. તે પોતાની પડોશી મહિલા સોનિયા સાથે જ્યારે દુકાને પહોંચી તો તેણે જોયું કે આરોપી સુખદેવ સિંહ અને જસવિંદર સિંહ તેની દુકાનનો સામાન બહાર ફેંકી રહ્યા હતા. 

કેલિફોર્નિયાઃ 25 વર્ષના સૌથી શક્તિશાળી 7.1 તીવ્રતાના ભૂકંપથી રાજ્ય ધણધણી ઉઠ્યું 

તેણે જ્યારે આરોપીને આમ કરતા અટકાવ્યા તો આરોપીઓએ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. પીડીતાની ફરિયાદ અનુસાર, આરોપીઓએ તેમના પેટમાં લાતો મારી હતી અને તેમને ગાળો ભાંડીને જાહેરમાં અપમાનીત કરી હતી. તેમના વાળ પકડીને સડક પર ઢસડી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમણે જ્યારે બુમા-બુમ કરી ત્યારે લોકો એક્ઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આરોપીઓ તેની દુકાનમાંથી બે કેમેરા પણ લઈને ભાગી ગયા છે. 

એસપી મુતાબના જણાવ્યા અનસુરા, આ કેસમાં પોલીસે આરોપીઓ સામે કેસ દાખળ કરીને તેમને પકડી પાડવા માટે શોધખોળ ચાલુ કરી છે. આ કેસમાં એસસી એક્ટની ધારાઓ પણ ઉમેરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બે લોકો સામે કેસ દાખલ કરાયો છે. કોટકપુરાના ડીએસપી જાતે જ આ કેસની તપાસ કરશે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More