Home> Entertainment
Advertisement
Prev
Next

સુહાના ક્યારે આવશે બોલિવૂડમાં ? ખાસ બહેનપણી અનન્યાએ વેરી દીધા વટાણાં

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બહુ જલ્દી બોલિવૂડમાં પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરવા ઇચ્છે છે

સુહાના ક્યારે આવશે બોલિવૂડમાં ? ખાસ બહેનપણી અનન્યાએ વેરી દીધા વટાણાં

મુંબઈ : બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બહુ જલ્દી પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ મામલે સુહાનાની બાળપણની મિત્ર અનન્યા પાંડેએ મોટો ખુલાસો કર્યો છે. હાલમાં પોતાના એક ઇન્ટરવ્યૂમાં અનન્યાએ કહ્યું છેકે સુહાના હાલમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. તે એક્ટિંગ સ્કૂલ જઈ રહી છે. તે પોતાનો અભ્યાસ પુરો કરીને જ બોલિવૂડની કરિયર વિશે વિચારશે. 

સુહાના ખાને લંડનની Ardingly કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હાલમાં દીકરીના ગ્રેજ્યુએશન પ્રસંગે શાહરૂખ પણ લંડનમાં હતો. તેણે પણ સુહાના સાથે તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં કિંગ ખાને લખ્યું, “4 વર્ષ વીતી ગયા. Ardinglyમાંથી ગ્રેજ્યુએશન કર્યું. છેલ્લા પિઝા, છેલ્લી ટ્રેનની મુસાફરી અને હકીકતની દુનિયામાં પહેલું કદમ. સ્કૂલ પૂરી થઈ…શીખવાનું નહીં.”

મારફાડ કંગનાનું 'ધાકડ' પોસ્ટર, ફિલ્મની સ્ટોરી છે કે...

સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને આ માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More