Home> India
Advertisement
Prev
Next

ટીએમસી MLA પુજા કરીને મંચ પરથી ઉતર્યા તે સાથે જ ગોળીબાર, ઘટના સ્થળે જ મોત

પશ્ચિમ બંગાળના કૃષ્ણગંજ વિધાનસભાથી તૃણમુલ કોંગ્રેસનાં ધારાસભ્ય સત્યજીત બિસ્વાસની શનિવારે નદિયા જિલ્લામાં ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી. મળતી માહિતી અનુસાર બિસ્વાસ રાતે આશરે 8 વાગ્યે માજિયા-ફુલબાડી વિસ્તારમાં સરસ્વતી પુજા સમારંભમાં ભાગ લઇ રહ્યા હતા. આ દરમિયાન ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળી લાગવાનાં કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત તઇ ગયું હતું. સત્યજીતની ગોળી લાગવાનાં કારણે કૃષ્ણનગર જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે તેમનાં સબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. 

ટીએમસી MLA પુજા કરીને મંચ પરથી ઉતર્યા તે સાથે જ ગોળીબાર, ઘટના સ્થળે જ મોત

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના કૃષ્ણગંજ વિધાનસભાથી તૃણમુલ કોંગ્રેસનાં ધારાસભ્ય સત્યજીત બિસ્વાસની શનિવારે નદિયા જિલ્લામાં ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી. મળતી માહિતી અનુસાર બિસ્વાસ રાતે આશરે 8 વાગ્યે માજિયા-ફુલબાડી વિસ્તારમાં સરસ્વતી પુજા સમારંભમાં ભાગ લઇ રહ્યા હતા. આ દરમિયાન ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળી લાગવાનાં કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત તઇ ગયું હતું. સત્યજીતની ગોળી લાગવાનાં કારણે કૃષ્ણનગર જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે તેમનાં સબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. 

સત્યજીત બિસ્વાસ સરસ્વતી પુજાનું ઉદ્ધાટન કર્યા બાદ મંચથી નીચે ઉતરીને પોતાની કાર તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઘસી આવેલા  કેટલાક 4 લોકોએ ગોળીબાર ચાલુ કર્યો હતો. ઘટના અંગે પક્ષનાં મહાસચિવ અને રાજ્યનાં શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, તેમને મારનારા શખ્સોને છોડવામાં નહી આવે. તેમનાં મોત માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી થશે. તેમણે બિસ્વાસનાં મોત માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક ગદ્દાર છે જેમણે તેમને મારી નાખ્યા. 

ચેટર્જીએ કહ્યું કે તેમણે પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓને તુરંત જ હોસ્પિટલ પહોંચવા જણાવ્યું છે. તેઓ કાલે નાદિયા માટે રવાના થશે. નાદિયા જિલ્લાના ટીએમસી અધ્યક્ષ ગૌરીશંકર દત્તાએ બિસ્વાસની હત્યા માટે સ્પષ્ટ રીતે ભાજપ નેતા મુકુલ રોયને દોષીત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, મુકુલ રોય જિલ્લામાં ટીએમસીના સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ એક રાજનીતિક હત્યા છે અને અમને વિશ્વાસ છે કે આ ભાજપની હરકત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More