Home> Gujarat
Advertisement
Prev
Next

દેશની રક્ષા કાજે શહીદ થાય તેના કરતાં વધુ યુવાઓ અકસ્માતમાં મોતને ભેટે છે: એ.કે સિંઘ

રાજ્યમાં વર્ષે 200થી વધુ લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. અને જીવ ગુમાવવા પાછળનું કારણ છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન...અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે શહેરીજનોને ટ્રાફિક અવેરનેસ અંગે અંનેક કાર્યક્રમો કર્યા પણ પોલીસ કમિશ્નરએ શહેરીજનોની ટ્રાફિક સેન્સ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. 

દેશની રક્ષા કાજે શહીદ થાય તેના કરતાં વધુ યુવાઓ અકસ્માતમાં મોતને ભેટે છે: એ.કે સિંઘ

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં વર્ષે 200થી વધુ લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. અને જીવ ગુમાવવા પાછળનું કારણ છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન...અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે શહેરીજનોને ટ્રાફિક અવેરનેસ અંગે અંનેક કાર્યક્રમો કર્યા પણ પોલીસ કમિશ્નરએ શહેરીજનોની ટ્રાફિક સેન્સ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. 

4 થી 10 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે પણ આ વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી હતી. પોલીસે ટ્રાફિક નિયમો શહેરીજનો પાલન કરે તે હેતુથી શહેરમાં બેનરો લગાવ્યા, ટ્રાફિક ડ્રાઈવ યોજી , સ્કૂલમાં બાળકોને શપથ લેવડાવ્યા અને છેલ્લે ફોર વ્હીલર ચાલકોને ડેમો મારફતે પણ સમજાવવા પ્રયત્ન કર્યા. જોકે આજે ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરાવવાનું છોડી હકીકતથી વાકેફ કરાવવા અકસ્માતમાં કાર ચાલક અને કારની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

નર્મદાની 458 કિલોમીટરની કેનાલ ગુજરાતમાં આત્મહત્યા કરવાનું ‘હોટ સ્પોટ’

fallbacks

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુકવામાં આવેલા આ અકસ્માત ગ્રસ્ત કારની પ્રદર્શનીને લોકોને જોવા અનેક લોકો આવ્યા હતા. સાથે AMTSના ડ્રાઇવરોને સીટબેલ્ટ બાંધે તે હેતુથી ખાસ ડેમો આપી સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો. પોલીસ કમિશ્નરે તો એમ પણ કહ્યું કે, દેશની રક્ષા કાજે શહીદ થાય તેના કરતાં વધુ યુવાઓ અકસ્માતમાં મોતને ભેટે છે તે ગંભીર બાબત છે. જેને લઇ આગામી સમયમાં પણ પોલીસ પોતાની ટ્રાફિક અંગેની મુહિમ ચાલુ રાખશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે અંગે આયોજન પણ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More