Home> India
Advertisement
Prev
Next

દેશનું એકમાત્ર શહેર જ્યાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડે છે, જાણો કેમ

પાછલા વર્ષે ચુરૂનું તાપમાન લઘુત્તમ -0.5 ડિગ્રી પહોંચી ગયું હતું. જ્યારે ત્યાં અત્યાર સુધીનું સૌથી લઘુત્તમ તાપમાન 28 ડિસેમ્બર 1973માં નોંધાયું હતું અને તે -4.6  ડિગ્રી સેલ્સિયસ હતું. 

દેશનું એકમાત્ર શહેર જ્યાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડે છે, જાણો કેમ
Updated: Dec 14, 2023, 05:07 PM IST

નવી દિલ્હીઃ ભારત એક એવો દેશ છે, જ્યાં તમે એક સમયમાં અલગ-અલગ પ્રકારની મોસમની મજા લઈ શકો છો. એટલે કે તમે ગરમીમાં ઠંડીની મજા લેવા ઈચ્છો છો તો લદ્દાખ કે કાશ્મીર જતા રહો. જો તમે શિયાળામાં ગરમીનો અનુભવ કરવા ઈચ્છો છો તો ગોવા કે પછી દક્ષિણ ભારતના કોઈ સમુદ્ર વિસ્તારમાં જતા રહો. પરંતુ કેટલાક એવા વિસ્તાર પણ ભારતમાં છે જ્યાં શિયાળામાં કાતિલ ઠંડી અને ગરમીમાં ભીષણ ગરમી હોય છે. ચાલો તમને આવા એક ખાસ વિસ્તાર વિશે જણાવીએ.

રાજસ્થાનનો ચુરૂ જિલ્લો

રાજસ્થાનને આમ તો ગરમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ત્યાં ઘણા એવા વિસ્તાર છે જ્યાંથી શિયાળામાં કાતિલ ઠંડીના સમાચાર આવે છે. તેમાંથી એક વિસ્તાર ચુરૂ છે. ચુરૂમાં એટલી ઠંડી પડે છે કે રાતના સમયે તાપમાન માઇનસમાં પહોંચી જાય છે.

પાછલા વર્ષે કેટલી ઠંડી પડી હતી
વર્ષ 2022માં 27 ડિસેમ્બરે હવામાન વિભારના રિપોર્ટ પ્રમાણે ચુરૂનું તાપમાન લઘુત્તમ -0.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જ્યારે ત્યાં અત્યાર સુધીનું લઘુત્તમ તાપમાન 28 ડિસેમ્બર 1973માં નોંધાયું હતું અને તે -4.6 ડિગ્રી સેલ્સિયસ હતું. 

આ પણ વાંચોઃ મથુરામાં શાહી ઈદગાહ પરિસરનો થશે સર્વે, હિન્દુ પક્ષની અરજી સ્વીકારવામાં આવી

અહીં ભીષણ ગરમી પણ પડે છે
શિયાળાની સાથે-સાથે ચુરૂમાં ભીષણ ગરમી પણ પડે છે. ગરમીમાં શહેર ભઠ્ઠો બની જાય છે. અહીં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જૂન 2021માં તો તે 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ કારણ છે કે શહેરના લોકો શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ભીષણ ગરમીથી પરેશાન રહે છે. 

આવું કેમ થાય છે
નિષ્ણાતો હવામાનમાં આ વધઘટનું કારણ ચુરુના ભૌગોલિક સ્થાનને આભારી છે. વાસ્તવમાં, ચુરુની આસપાસનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દબાણનો વિસ્તાર છે. આ સિવાય ચુરુ જે અક્ષાંશ પર સ્થિત છે ત્યાં ઉપરથી નીચે સુધી પવન ફૂંકાય છે. આ કારણે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી અને રાત્રે પણ એટલી જ ઠંડી હોય છે. આ પવનો પણ ઋતુમાં તીવ્ર ઠંડી અને ગરમીનું કારણ બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે