Home> India
Advertisement
Prev
Next

બિહારઃ મુઝફ્ફરપુરની હોટલમાં મળ્યા 6 EVM, મેજિસ્ટ્રેટને કારણ બતાઓ નોટિસ

આવી બેજવાબદારી દાખવવા બદલ EVMના કસ્ટોડિયન સેક્ટર મેજિસ્ટ્રેટ અવધેશ કુમારને ચૂંટણી પંચ દ્વારા કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસે આ ઈવીએમ હોટલમાં કેવી રીતે પહોંચ્યા તેનું સ્પષ્ટીકરણ મગાયું છે 
 

બિહારઃ મુઝફ્ફરપુરની હોટલમાં મળ્યા 6 EVM, મેજિસ્ટ્રેટને કારણ બતાઓ નોટિસ

મુઝફ્ફરપુરઃ બિહારની મુઝફ્ફરપુર લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કામાં મતદાન યોજાયું હતું. શહેરના છોટો કલ્યાણી બૂથ પર થઈ રહેલા મતદાન દરમિયાન એક હોટલમાંથી 6 EVM મળી આવ્યા છે. ત્યાર બાદ લોકોએ જોરદાર હોબાળો મચાવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલા એસડીઓએ ઈવીએમ પોતાના કબ્જામાં લીધા છે. તેમણે આ હબાબતને મોટી બેજવાબદારી ગણીને મેજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. 

આવી બેજવાબદારી દાખવવા બદલ EVMના કસ્ટોડિયન સેક્ટર મેજિસ્ટ્રેટ અવધેશ કુમારને ચૂંટણી પંચ દ્વારા કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસે આ ઈવીએમ હોટલમાં કેવી રીતે પહોંચ્યા તેનું સ્પષ્ટીકરણ મગાયું છે.

મુઝફ્ફરપુરના જિલ્લા કલેક્ટર આલોક રંજન ઘોષે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સેક્ટર મેજિસ્ટ્રેટના ડ્રાઈવરે મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરીહતી. આથી ડ્રાઈવરની ઈચ્છા પૂરી કરવા માટે સેક્ટર મેજિસ્ટ્રેટે EVM અને VVPAT મશીન એક ખાનગી હોટલમાં ઉતારી લીધા હતા. 

ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, સેક્ટર મેજિસ્ટ્રેટને કારણ પુછવામાં આવ્યું છે. અત્યાર સુધી જે માહિતી મળી છે તે વ્યવહાર ચૂંટણી પ્રણાલીના નિયમો વિરુદ્ધ છે. ચૂંટણી પંચ તેમની સામે વિભાગીય કાર્યવાહી કરશે. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More