Home> India
Advertisement
Prev
Next

2190 દિવસ સુધી દુનિયાના 35 ચક્કર કાપવા જેટલું અંતર કાપી INS RANJIT સેવાનિવૃત્ત થયું

આઈએનએસ રણજીતને 15 સપ્ટેમ્બર, 1983ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. તે સોવિયતસંઘ દ્વારા નિર્મિત કાશિન શ્રેણીના પાંચ વિધ્વંસક જહાજમાં ત્રીજા ક્રમનું છે 
 

2190 દિવસ સુધી દુનિયાના 35 ચક્કર કાપવા જેટલું અંતર કાપી INS RANJIT સેવાનિવૃત્ત થયું

વિશાખાપટ્ટનમઃ ભારતીય નૌકાદળનું મહત્વનું મિસાઈલ વિધ્વંસક 'INS RANJIT' જહાજ 36 વર્ષ સુધી સેવા આપ્યા બાદ સોમવારે સેવાનિવૃત્ત થઈ ગયું છે. આઈએનએસ રણજીતને 15 સપ્ટેમ્બર, 1983ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. તે સોવિયતસંઘ દ્વારા નિર્મિત કાશિન શ્રેણીના પાંચ વિધ્વંસક જહાજમાં ત્રીજા ક્રમનું છે.

આ જહાજને નૌકાદળની ગોદીમાં એક ઔપચારિક સમારોહમાં વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે તેના પરથી રાષ્ટ્રધ્વજ, નૌકાદળનું પ્રતીક અને નૌકાદળમાં સામેલ કલવા સંબંધત નિશાન ઉતારી લેવાયા હતા. આ કાર્યક્રમમાં આંદમાન નિકોબારના નાયબ રાજ્યપાલ એડમિરલ દેવેન્દ્ર કુમાર જોશી(સેવાનિવૃત્ત) મુખ્યમહેમાન હતા. તેઓ આ જહાજને નૌકાદળના બેડામાં સામેલ કરનારી ટૂકડીના એક સભ્ય હતા. 

આજથી શરૂ થશે ચારધામ યાત્રા, જાણો કેવી રીતે પહોંચશો કેદરનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી

નૌકાદળના જણાવ્યા અનુસાર, INS RANJITએ નૌકાદળમાં સામેલ થયા બાદ 2190 દિવસ સુધી 7,43,000 સમુદ્રી માઈલની યાત્રા કરી હતી. જે દુનિયાના 35 ચક્કર કાપવા જેટલી છે. આ અંતર ધરતી અને ચંદ્ર વચ્ચેના અંતરનું લગભગ સાડાત્રણ ગણું છે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક.... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More