Home> India
Advertisement
Prev
Next

Shocking! નર્સરીનો છોકરો સ્કૂલ બેગમાં બંદૂક લઈને શાળાએ પહોચ્યો, ત્રીજા વર્ગના વિદ્યાર્થીને મારી ગોળી

તમે યકીન નહીં કરો પણ બિહારના સુપૌલમાં નર્સરી ક્લાસમાં ભણતો બાળક બેગમાં બંદૂક લઈને સ્કૂલ પહોંચ્યો અને ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ગોળી મારી દીધી. ગોળી બાળકના હાથમાં વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હવે સવાલ એ છેકે બંદુક નાના બાળકના હાથમાં કેવી રીતે આવી?

Shocking! નર્સરીનો છોકરો સ્કૂલ બેગમાં બંદૂક લઈને શાળાએ પહોચ્યો, ત્રીજા વર્ગના વિદ્યાર્થીને મારી ગોળી

તમે એનિમલ ફિલ્મ તો જોઈ જ હશે. ફિલ્મનો હીરો બહેનને પરેશાન કરતા છાત્રોને સબક શિખવવા ક્લાસમાં એકે 47 લઈને પહોંચે છે. વિદેશમાં ગન કલ્ચરની નવાઈ નથી પણ બિહારના સુપૌલ જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં લાલપટ્ટી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતી નર્સરી ક્લાસના વિદ્યાર્થીએ 10 વર્ષના બાળકને ગોળી મારી દીધી છે. ગોળી હાથમાં વાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ નર્સરીમાં ભણતા પાંચ વર્ષના બાળકે  બંદૂક પોતાની બેગમાં છુપાવીને લાવ્યો હતો. આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગઈ હતી. માહિતી બાદ પોલીસ શાળામાં પહોંચી અને પાંચ વર્ષના બાળક સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અધિક્ષક શૈશવ યાદવના જણાવ્યા અનુસાર, "નર્સરીના વિદ્યાર્થીએ એ જ શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા 10 વર્ષના છોકરા પર ગોળીબાર કર્યો. "અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે બાળકને બંદૂક કેવી રીતે મળી અને તેને શાળાએ લઈ જવામાં સફળ કેવી રીતે થયો."

શાળાઓએ દરરોજ વિદ્યાર્થીઓની બેગ તપાસે : એસ.પી

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિક્ષકે અપીલ કરી છે કે "જિલ્લાભરની શાળાઓ નિયમિત ધોરણે વિદ્યાર્થીઓની બેગની સંપૂર્ણ તપાસ કરે. આ ઘટના વાલીઓ અને બાળકો માટે ચિંતાનો વિષય છે." ભારતમાં ગનકલ્ચરનો વિકાસ થયો નથી. ઘરમાં બંદૂક રાખવી એ જ કલ્પના બહાર છે. તમારે બંદૂક રાખવી હોય તો લાયસન્સ લેવું પડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More