Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ શહેરમાંથી એક સાથે ઝડપાયા 16 મુન્નાભાઈ MBBS! બોગસ દવા આપી પડાવતા હતા પૈસા

તમે સંજય દત્તનું મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર જોયું હશે. જેમાં તે ડોક્ટર ન હોવા છતાં પણ ડોક્ટર બનીને ફરતો હતો. ગુજરાતના એક મોટા શહેરમાં આવા જ નકલી ડોક્ટરો કરતા હતા લોકોનો ઈલાજ. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના હાથે ઝડપાયા એક-બે નહીં 16 મુન્નાભાઈ MBBS!

ગુજરાતના આ શહેરમાંથી એક સાથે ઝડપાયા 16 મુન્નાભાઈ MBBS! બોગસ દવા આપી પડાવતા હતા પૈસા

ચેતન પટેલ, સુરતઃ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક નહીં બે નહીં પરંતુ 16 જેટલા મુન્નાભાઈ એમબીબીએસ તબીબને ઝડપી પાડ્યા છે. સલ્મ વિસ્તારમાં ગરીબોને ટાર્ગેટ કરી ડીંડોલી અને પાંડેસરા વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખ્યા હતા અને આ દર્દીઓ પાસેથી 150 થી 200 રૂપિયા લઇ તેમને સારવાર પણ આપવામાં આવતી હતી પોલીસે તેઓની પાસેથી ઇન્જેક્શન સહિત દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે.

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને કેટલાય સમયથી ફરિયાદ મળી હતી કે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારના વિસ્તારમાં રાફડો ફાટી નીકળ્યો છે આ તબીબો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓની સારવાર કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. લોકોને પોતાની જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવી હતી એસઓજી દ્વારા ડીંડોલી અને પાંડેસરાના વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસને 16 જેટલા બોગસ તબીબો મળી આવ્યા હતા.

આ નકલી ડોક્ટરોને ત્યાં જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અનેક વાતો પરથી પડ઼દો હટ્યો. આવા નકલી ડોક્ટરોને ત્યાંથી ઇન્જેક્શન અને અલગ અલગ કંપનીની દવાઓ પણ મળી આવી હતી જેથી પોલીસે ઇન્જેક્શન સહિત દવાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે આ તમામ તબીબો ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે કેટલાય આરોપી એવા છે જેઓ અગાઉ કોઈ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી નાનુ મોટું કામ શીખ્યા હતા.

શ્રમ વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખવામાં આવી હતી આ ક્લિનિક મારફતે તેઓ રૂપિયા 150 થી 200 દર્દીઓ પાસેથી ચાર્જ પેટે લેતા હતા અને તેમની સારવાર પણ આપવામાં આવતી હતી. ઝાડા ઉલટી , તાવ, શરદી ,ઉધરસ સહિતના દર્દીઓની સારવાર આ બોગસ તબીબો દ્વારા કરવામાં આવતી હતી. હાલ તો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ બોગસ તબીબો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More