Home> India
Advertisement
Prev
Next

ખેડુતો ધરતી પરથી સોનું ઉગાડે છે, મોદી સરકારનું અભિમાન તેને લોહીના આંસુએ રોવડાવે છેઃ રાહુલ ગાંધી

વિપક્ષના હંગામા વચ્ચે કૃષિ સંબંધિત બે બિલ રાજ્યસભામાંથી પાસ થઈ ગયા છે. સર્વોચ્ચ ગૃહમાં બિલ પાસ થવા દરમિયાન વિપક્ષે ખુબ હંગામો કર્યો હતો. 

ખેડુતો  ધરતી પરથી સોનું ઉગાડે છે, મોદી સરકારનું અભિમાન તેને લોહીના આંસુએ રોવડાવે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કિસાન બિલ વિપક્ષના હંગામા વચ્ચે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. કૃષિ સંબંધિત બે બિલ ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને કિસાનોને લોહીના આસુંથી રોવડાવનાર ગણાવી દીધું છે. 

કિસાન બિલને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ છે, 'જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું અભિમના તેને લોહીના આસુંથી રડાવે છે. રાજ્યસભામાં આજે જે પ્રકારના કૃષિ બિલના રૂપમાં સરકારે કિસાનો વિરુદ્ધ  મોતનું ફરમાન કાઢ્યું, તેનાથી લોકતંત્ર શરમમાં છે.'

મહત્વનું છે કે વિપક્ષના હંગામા વચ્ચે કૃષિ સંબંધિત બે બિલ રાજ્યસભાથી પાસ થઈ ગયા છે.  કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020 ધ્વનિમતથી પાસ થયા છે. રાજ્યસભામાં બિલ પાસ થવા દરમિયાન વિપક્ષે ખુબ હંગામો કર્યો હતો. 

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. સંસદમાં મહત્વના પાસ થવાથી આપણા પરિશ્રમી અન્નદાતાઓને શુભેચ્છા આપુ છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાગશે, પરંતુ તેનાથી કરોડો કિસાનો સશક્ત થશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More