Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચે આચર્યું કૌભાંડ

શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચે આચર્યું કૌભાંડ

ઉદય રંજન/અમદાવાદ : શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ. કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી ફરાર સૌરીનની શોધખોળ શરુ કરી છે. અમદાવાદ ના કારંજ પોલીસ સ્ટેશનમાં મેટ્રો કોર્ટમાં વકીલાત કરતા એક વકીલ એ ફરિયાદ નોંધાવી છે કે  મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારીએ સાથે તેમનો કોર્ટ માં સંપર્ક થયો હતો, ત્યારે સૌરીન ભંડારીએ એક એફડી કરવાની સ્કીમ આપી હતી. જે સ્કીમ માં પૈસા રોકવાથી વાર્ષિક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. એક વર્ષ સુધી ફરિયાદી વકીલને વ્યાજ મળ્યું હતું, ત્યાર બાદ વર્ષ 2019 અને  2020નું વ્યાજ ન મળતા ભોગબનાર વકીલને ખ્યાલ આવ્યો હતો કે પોતે છેતરાયો છે. જેના કારણે લાખોની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.

Gujarat Corona Update: 1410 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1204 દર્દીઓ સાજા થયા

મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારીએ આ બે નામથી અમદાવાદના નવરંગપુરા અને ગીતામંદીર ખાતે ઓફિસ શરુ કરીને લોકો ને ડેઇલી ડાયરી શરુ કરવા દરોજ પૈસા જમા કરવામાં આવતા હતા. વાર્ષિક ઉંચુ વ્યાજ ચુકવણું ગ્રાહકને વાયદો આપવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ વ્યાજ આપવાનુ બંધ થઇ જાય લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

વિધાનસભા સત્ર અગાઉ 4 ધારાસભ્યો કોરોના પોઝિટિવ, જાણો કાલે કઇ રીતે થશે સદનની કાર્યવાહી

સૌરીન ભંડારીએ ગ્રાહકોને ઉંચા વ્યાજની લાલચ આપીને પૈસા રોકવ્યા હતા. પોલીસે સૌરીન ભંડારીની પત્ની નેહા અને પિતા સહીત 10 લોકો સામે ફરિયાદ નોંધીને 9 લોકોની ધરપકડ કરી છે. જ્યારે સૌરીન ભંડારી હજુ પણ પોલીસની પકડથી દૂર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સૌરીન ભંડારીએ હજારો લોકો સાથે લાખો કે કરોડોની છેતરપિંડી કરી છે, ત્યારે પોલીસે ભોગબનનારને પણ અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યું હોય તો પોલીસ સ્ટેશન સમક્ષ આવી ફરિયાદ નોંધાવે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More