Home> India
Advertisement
Prev
Next

Bengal Result: TMC ને શાનદાર જીત અપનાવનાર પ્રશાંત કિશોરે કરી સંન્યાસની જાહેરાત

પ્રશાંત કિશોરને તે પૂછવામાં આવ્યુ કે, તેમણે આ નિર્ણય કેમ કર્યો તો તેમણે કહ્યુ કે, ક્યારેય આ કામ કરવા ઈચ્છતો નહતો, પરંતુ હું આવી ગયો અને મેં મારા ભાગનું કામ કરી લીધુ છે. 

 Bengal Result: TMC ને શાનદાર જીત અપનાવનાર પ્રશાંત કિશોરે કરી સંન્યાસની જાહેરાત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય કર્યો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે સામે આવ્યા બાદ પીકેએ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, તે હવે કંઈક બીજુ કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે તેમણે મમતા બેનર્જીની પાર્ટીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની મદદથી મમતા બેનર્જી ફરી સત્તામાં વાપસી કરી રહ્યા છે. 

પ્રશાંત કિશોરે રવિવારે કહ્યુ કે, ઇલેક્શન મેનેજમેન્ટ અને  IPAC છોડી રહ્યા છે કારણ કે તે હવે બીજુ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પોતાના મેનેજમેન્ટમાં લડાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને ડીએમકેની જીતથી ખુબ ખુશ છે. આ સિવાય તેમનો આ દાવો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સીટો માત્ર બે આંકડામાં રહેશે, તે સાચુ સાબિત થવાથી તેમને ખુશી છે. 

ભાજપને બે આંકડામાં સમેટવાની કરી હતી વાત
પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ સામે આવ્યા પહેલા દાવો કર્યો હતો કે જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી માત્ર બે આંકડામાં જ રહેશે. 2 મેએ રવિવારે પરિણામ સામે આવ્યા બાદ પીકેનો દાવો સાચો સાબિત થઈ રહ્યો છે. ભાજપને 80-85 સીટો સામે આવી રહી છે. પીકેએ કહ્યુ કે, તેમનો દાવો સાચો સાબિત થયા બાદ પણ તે આ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નથી. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More