Home> India
Advertisement
Prev
Next

પશ્વિમ બંગાળની ચૂંટણીમાં ફાઇવ 'M'ફેક્ટર, જાણો કેવી રીતે બદલાશે ગણિત

પશ્વિમ બંગાળની ચૂંટણીમાં પાંચ 'M' ફેક્ટર પર યોજાયેલી ચૂંટણીના પરિણામોની બધા રાહ જોઇ રહ્યા છે. આ પાંચ એમ છે- મમતા, મોદી, મહિલા, મુસ્લિમ અને મતુઆ વોટર. માનવામાં આવે છે કે ચૂંટણીના પરિણામને આ ફેક્ટર પ્રભાવિત કરશે. 

પશ્વિમ બંગાળની ચૂંટણીમાં ફાઇવ 'M'ફેક્ટર, જાણો કેવી રીતે બદલાશે ગણિત

નવી દિલ્હી: પશ્વિમ બંગાળની ચૂંટણીમાં પાંચ 'M' ફેક્ટર પર યોજાયેલી ચૂંટણીના પરિણામોની બધા રાહ જોઇ રહ્યા છે. આ પાંચ એમ છે- મમતા, મોદી, મહિલા, મુસ્લિમ અને મતુઆ વોટર. માનવામાં આવે છે કે ચૂંટણીના પરિણામને આ ફેક્ટર પ્રભાવિત કરશે. 

મતુઆ વોટ ભાજપને કેટલો પડ્યો છે. મહિલાઓનું વલણ ભાજપ તરફ કેમ રહ્યું. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે, તો ભાજપને મહિલા વોટ વધુ પડે છે, તો આ કંડીશનમાં ભાજપનો આંકડો ચોંકાવનારો રહેશે. તો બીજી તરફ મહિલા વોટ જો મમતા તરફ જતા રહે છે અને મુસ્લિમ વોટ એકજુટ થઇ જાય છે, તો મમતા બેનર્જીને ફાયદો થશે. 

West bengal Election Results 2021: Mamata Banerjee ની જીતથી ગદગદ વિપક્ષ, અખિલેશે કહ્યું- BJP ને મળ્યો મહિલાના અપમાનનો જવાબ

પરંતુ એ વાત જરૂરી છે, કે પશ્વિમ બંગાળમાં ભાજપે ટીએમસીના મૂળિયા હલાવી દીધા છે. ત્રિપુરાની જીત બાદ અમિત શાહે કહ્યું હતું, કે ભાજપનો સ્વર્ણિમ કાળ ત્યારે આવશે, જ્યારે પશ્વિમ બંગાળ, કેરલ અને ઓડિશામાં ભાજપ સરકાર બનાવશે. 

જો આજે બંગાળમાં ભાજપની જીત થાય છે, તો આ ભાજપના સ્વર્ણિમ કાળ તરફ પ્રથમ કદમ હશે. હાલ બંગાળની ચૂંટણી પર તમામની નજર છે. શરૂઆતી ટ્રેંડમાં ભાજપ માટે સકારાત્મક આંકડા સામે આવ્યા છે. 

તમને જણાવી દઇએ કે સૌથી વધુ નજર બંગાળ પર છે. એક્ઝિટ પોલના અનુમાનો પર નજર કરીએ તો બંગાળમાં ભાજપ કાંટાની ટક્કર આપતી જોવા મળી રહી છે, જ્યારે અસમમાં તેમની સરકાર બનતી જોવા મળી રહી છે. અસમમાં પહેલાં જ ભાજપની સરકાર છે, પરંતુ બંગાળમાં ભાજપનું ઘણુ બધુ દાવ પર લાગ્યું છે. 

Assembly Elections 2021: Tamil Nadu ની જનતા ઇચ્છે છે પરિવર્તન, શરૂઆતી ટ્રેંડમાં DMK એ AIADMK ને આપી માત

બીજી તરફ કેરલમાં ભાજપનો કોઇ આધાર જોવા મળી રહ્યો છે અને તમિલનાડુની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં અહીં પણ ભાજપ ગઠબંધન સત્તાથી દૂર જતી જોવા મળી રહી છે. જોકે કેંદ્ર શાસિત પ્રદેશ પોડેંચેરીમાં એનડીએની વાપસીના અણસાર છે. આ પાંચ રાજ્યોમાં રાજકીય દ્વષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ બંગાળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More