Home> India
Advertisement
Prev
Next

J&K ને મળી મફત સારવારની ભેટ, PM મોદી લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના

જમ્મૂ કાશ્મીરમાં આયુષ્માન ભારત યોજનાની લોન્ચિંગ પહેલાં જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. અમે અહીં વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

J&K ને  મળી મફત સારવારની ભેટ, PM મોદી લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના

શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મૂ કાશ્મીરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Scheme) ને લોન્ચ કરી છે. આ અવસર પર જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. જમ્મૂ કાશ્મીરમાં આયુષ્માન ભારત યોજનાની લોન્ચિંગ પહેલાં જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. અમે અહીં વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરમાં મોકલતાં પહેલાં મને આ જ કહ્યું હતું. 

લગ્નમાં રોટલી વણવા આવેલી છોકરીના કરાવી દીધા લગ્ન, 4 દિવસ પછી યુવકને ખબર પડી તો ઉડી ગયા હોશ

પીએમ મોદી (Narendra Modi)એ આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Scheme)ને લોન્ચ કર્યા બાદ કહ્યું કે જમ્મૂ કાશ્મીર  (Jammu Kashmir)ના લોકોને શુભેચ્છા પાઠવું છું. જમ્મો કાશ્મીર  (Jammu Kashmir)ના વહિવટીતંત્રનું કામ સારું છે. 

પીએમ મોદી (Narendra Modi)એ કહ્યું કે હવે હવે જમ્મૂ કાશ્મીરના દરેક નાગરિકને 5 લાખ સુધીનો ફ્રી સ્વાસ્થ્ય વિમો મળશે. તેનાથી જમ્મૂ કાશ્મીરના લોકોને સરળતા રહેશે. અમે જોઇએ છે કે કોઇ સભ્યને જોઇ ગંભીર બિમારી થાય છે તો તે પરિવાર ગરીબીના ચક્કરમાં ફસાય જાય છે. પરંતુ હવે એવું નહી થાય. 

પીએમ મોદી (Narendra Modi)એ કહ્યું કે જમ્મૂ કાશ્મીરના લોકોએ અહીં લોકતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું છે. દરેક વર્ગના લોકોએ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મોતી સંખ્યામાં નિકળીને મતદાન કર્યું. જે લોકો ચૂંટાઇને આવ્યા છે તેમનું અભિનંદન કરું છું. જે જીત્યા નથી તેમને કહું છું કે તમે સતત લોકોની સેવા કરતા રહો. લોકતંત્રમાં આ જ થાય છે. 

પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ની આ ચૂંટણીએ પણ બતાવ્યું છે કે દેશમાં લોકતંત્ર કેટલું મજબૂત છે.પરંતુ મને એ વાતનું દુખ છે કે દિલ્હીમાં કેટલાક લોકો દિવસ રાત મને  મેણા મારે છે, ગાળો બોલે છે અને લોકતંત્ર શિખવાડે છે. હું તેમને કહેવા માંગુ છું કે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાના 1 વર્ષમાં જ જમ્મૂ-કાશ્મીરમાં ત્રિસ્તરીય ચૂંટણી પણ થઇ. 

તેમણે આગળ કહ્યું કે મને લોકતંત્ર શિખડાવનાર લોકો જ્યાં રાજ કરે છે, ત્યાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં પણ હજુપણ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી થઇ શકી નથી. આ લોક ત્યાં ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી થવા દેતા નથી. હું પાંડિચેરીની વાત કરી રહ્યો છું. 

તમને જણાવી દઇએ કે આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અસમના ગુવાહાટીથી વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી જોડાયા. તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે નવી હોસ્પિટલ બનશે. હવે જમ્મૂ કાશ્મીરના દરેક નાગરિકને ફ્રીમાં 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વિમો મળશે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે પીએમ મોદી હંમેશા કહે છે કે વિકાસની ગતિને તીવ્ર હોવી જોઇએ અને દરેક વ્યક્તિ સુધી વિકાસ પહોંચવો જોઇએ. 5 ઓગસ્ટ પછી જમ્મૂ કાશ્મીરમાં ઝડપથી વિકાસ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More