Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

આશ્કા જાની/અમદાવાદ :કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

fallbacks

ત્યારે હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાતો ભવ્ય પતંગોત્સવ આ વર્ષે નહિ યોજાય. તો બીજી તરફ, ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે રાજ્ય સરકાર સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે. આવામાં સરકાર શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More