Home> India
Advertisement
Prev
Next

અમિત શાહનું સંસદમાં સંબોધન Live:વિપક્ષ જેવો હોબાળો કરે છે તેવું કંઇ જ નથી

 સંસદનાં શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આજે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર અંગે ચર્ચા દરમિયાન સવાલોનાં જવાબ આપી રહ્યા છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે. 

અમિત શાહનું સંસદમાં સંબોધન Live:વિપક્ષ જેવો હોબાળો કરે છે તેવું કંઇ જ નથી

નવી દિલ્હી : સંસદનાં શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આજે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર અંગે ચર્ચા દરમિયાન સવાલોનાં જવાબ આપી રહ્યા છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે. સંસદના શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે સદનમાં પ્રદૂષણ અંગે ચર્ચા થઇ. તે ઉપરાંત વિપક્ષે અનેક મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. બુધવારે રાજ્યસભામાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા મુદ્દે પણ અહેવાલ રજુ થયો હતો. કોંગ્રેસ દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. 

- જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ ચાલુ થઇ ચુક્યો છે, સ્થાનીક તંત્ર સુરક્ષા સ્થિતીની સમીક્ષા બાદ પોતાનાં સ્તર પર લેવાશે. 
-કાશ્મીરમાં ટેલિકોમ બ્લેકઆઉટ મુદ્દે ટીએમસી લોકસભામાં હોબાળો

જમ્મુ કાશ્મીર અંગે અમિતિ શાહની સીધી વાતરાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુંની સ્થિતી નથી. ઇન્ટનેટ સુવિધા પરત ચાલુ થવાનાં સવાલના જવાબમાં શાહે કહ્યું કે, અમે સ્થાનિક તંત્ર પાસે સ્થિતીની માહિતી લેવા માટે કહ્યું છે કે ત્યાર બાદ જ કોઇ પગલું ઉઠાવવામાં આવશે. સ્વાસ્થય અંગે જોડાયેલા સવાલ અંગે તેમણે કહ્યું કે, સ્વાસ્થયની કોઇ જ સમસ્યા નથી. જો કોઇની પાસે કોઇ માહિતી હોય તો તેઓ સીધો મારો સંપર્ક પણ કરી શકે છે, તેમને મદદ પહોંચાડી દેવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મિરમાં સ્થિતી સામાન્ય થઇ ચુકી છે. કાશ્મીર મુદ્દે ભ્રાંતિઓ ફેલાયેલી છે. 5 ઓગષ્ટ બાદ એક પણ વ્યક્તિનું મોત પોલીસ ફાયરિંગમાં થયું નથી. 

રાજ્યમાં ટેલિફોન સેવા અને મોબાઇલ સેવા સંપુર્ણ ચાલુ છે. જરૂરી કાર્યો માટે ઇન્ટનેટ કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. બૈંકિંગ સેવા સંપુર્ણ ચાલુ છે. મીડિયા સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે. તમામ સરકારી કાર્યાલયો પણ ખુલા છે. 
- કાશ્મીરમાં સ્થિતી સંપુર્ણ સામાન્ય છે. વિશ્વમાં તથા દેશમાં ખોટી ભ્રાંતિઓ ફેલાવાઇ રહી છે. રાજ્યમાં 5 ઓગષ્ટ બાદ પોલીસ ફાયરિંગનાં કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. પથ્થરમારાની ઘટનામાં ઘટાડો થયો છે. પરીક્ષા સારી રીતે લેવામાં આવી રહી છે. તમામ હોસ્પિટલ અને સ્વાસ્થય કેન્દ્રો ખુલ્લા છે. 
- જમ્મુ કાશ્મીરમાં પુરતા પ્રમાણમાં દવાઓ છે, હોસ્પિટલમાં ઘણા મોટા પ્રમાણમાં લોકો સારવાર લઇ રહ્યા છે. સ્વાસ્થય સંબંધીત કોઇ પણ સેવામાં સમસ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More