Home> Entertainment
Advertisement
Prev
Next

વિધુ વિનોદ ચોપડાની ચર્ચિત ફિલ્મ ''શિકારા'' આ દિવસે થશે રિલીઝ, ટ્વિટ કરીને શેર કરી ખુશી

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાની આગામી ફિલ્મ 'શિકારા-એ લવ લેટર ફ્રોમ કાશ્મીર'' પોતાની જાહેરાત બાદ ચર્ચામાં છવાયેલી છે, અને આ દરમિયાન દર્શકોને ખુશી વ્યક્ત કરવાની મળી ગઇ છે કારણ કે આ ફિલ્મ હવે નક્કી તારીખ પહેલાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે 7 ફેબ્રુઆરી 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

વિધુ વિનોદ ચોપડાની ચર્ચિત ફિલ્મ ''શિકારા'' આ દિવસે થશે રિલીઝ, ટ્વિટ કરીને શેર કરી ખુશી

નવી દિલ્હી: ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાની આગામી ફિલ્મ 'શિકારા-એ લવ લેટર ફ્રોમ કાશ્મીર'' પોતાની જાહેરાત બાદ ચર્ચામાં છવાયેલી છે, અને આ દરમિયાન દર્શકોને ખુશી વ્યક્ત કરવાની મળી ગઇ છે કારણ કે આ ફિલ્મ હવે નક્કી તારીખ પહેલાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે 7 ફેબ્રુઆરી 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ખુશખબરી શેર કરતાં નિર્માતાએ લખ્યું કે 

વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ''શિકારા'ને કાશ્મીરને એક પ્રેમ પત્રના રૂપમાં વર્ણવામાં આવ્યું છે, જેને જોઇને એવું લાગી રહ્યું છે કે ફિલ્મ નિર્માતા પોતાની આ આગામી ફિલ્મ સાથે સુંદર વાદીઓ સાથે વધુ એક ફ્રેશ સ્ટોરી સાથે પોતાના પ્રશંસકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. 

ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં જ પોતાની પ્રતિષ્ઠિત ફિલ્મ 'પરિંદા'નો વીડિયો અને ક્લિપ શેર કરતાં 30 વર્ષ પુરા થતાં ઉજવણી કરી હતી જે આજે પણ ભારતીય સિનેમાની એક ઓઇકોનિક ફિલ્મ છે. તો બીજી તરફ પોતાની આગામી ફિલ્મ શિકારા સાથે, વિધુ દર્શકોની સામે ફિલ્મ-નિર્માણનો વધુ સારો નમૂનો રજૂ કરવા માટે તૈયાર છે જ્યાં તે જમ્મૂ કાશ્મીરની કહાનીઓ પર આધારિત એક કહાની રજૂ કરશે. 

ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત સાથે દર્શકોની રૂચિ અને ઉત્સાહ સાથે પોતાના ચરમ પર છે. વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 'શિકારા-અ લવ લેટર ફ્રોમ કાશ્મીર'' હવે 7 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થવા માટે તૈયાર છે. ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ વિનોદ ચોપડા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More