Home> India
Advertisement
Prev
Next

ONGC Chopper Incident: ONGC ના હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડીંગ દરમિયાન ક્રેશ, 4ના મોત

ongc chopper emergency landing: મુંબઇમાં ઓએનજીસીના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડીંગમાં ચાર લોકોના મોત થયા છે. નવ લોકો સાથે હેલિકોપ્ટરે મંગળવારે સવારે ઉડાન ભરી હતી. મુંબઇથી લગભગ 60 સમુદ્રી માઇલ દૂર સાગર કિરણ રિંગ પાસે હેલિકોપ્ટર અક્સ્માતનો શિકાર બન્યું છે. 

જુહૂ એરપોર્ટના નિર્દેશક એકે વર્માએ જણાવ્યું કે સાત ઓએનજીસી મુસાફરો અને ચાલક દળના બે સભ્યો સાથે પવન હંસ હેલિકોપ્ટર ઓઇલ રિંગ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બચાવ અભિયાનમાં ઓએનજીસીના ત્રણ કર્મચારીઓ અને ચાલક દળના બંને સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. ત્રણ કર્મચારીઓ અને એક ઓએનજીસીના હંગામી કર્મચારીનું મોત નિપજ્યું છે. તેમની ડેડબોડીને કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More