Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 34 નેશનલ હાઇવે કામોને મંજુરી, ગામડામાં ગાડી 100 કિલોમીટરની સ્પીડે ચલાવી શકાશે

શહેરના સ્માર્ટ સિટી બની રહ્યું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ શહેરનાં વિકાસ સાથે વધતુ જ જઇ રહ્યું છે. જેના કારણે નાગરિકોને ટ્રાફિકમાં વધારે પરેશાન ન થવું પડે તે માટે સરકાર દ્વારા નવા ફ્લાય ઓવર, અંડરબ્રિજ, રોડ રસ્તા પહોળા કરવા વગેરે કામ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 3760.64 કરોડનાં ખર્ચે કુલ 34 જેટલા ધોરીમાર્ગના અલગ અલગ કામોને મંજૂરી આપી છે. 

ગુજરાતમાં 34 નેશનલ હાઇવે કામોને મંજુરી, ગામડામાં ગાડી 100 કિલોમીટરની સ્પીડે ચલાવી શકાશે

અમદાવાદ : શહેરના સ્માર્ટ સિટી બની રહ્યું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ શહેરનાં વિકાસ સાથે વધતુ જ જઇ રહ્યું છે. જેના કારણે નાગરિકોને ટ્રાફિકમાં વધારે પરેશાન ન થવું પડે તે માટે સરકાર દ્વારા નવા ફ્લાય ઓવર, અંડરબ્રિજ, રોડ રસ્તા પહોળા કરવા વગેરે કામ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 3760.64 કરોડનાં ખર્ચે કુલ 34 જેટલા ધોરીમાર્ગના અલગ અલગ કામોને મંજૂરી આપી છે. 

સરળ સરકાર: પોતાના મિત્ર સાથે વાતો કરતા હો તેમ કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કરી મનની વાત

પુર્ણેશ મોદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટે વર્ષ 2022-23 નો 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં 2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ 1249.54 કરોડના પ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવીટીના કામો હાથ ધરશે. આ રસ્તાઓમાં નદીઓ પર બ્રિજ, રેલવે ફાટક પર RO,RUB નું નિર્માણ કરાશે, જેના થકી ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ થશે. આ વાર્ષિક પ્લાનમાં 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કિલોમીટરના રસ્તાને 6 લેન કરાશે. આ ઉપરાંત એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત 110 કરોડનાં ખર્ચે સરખેજ ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર સુધી 4 કિલોમીટરની લંબાઇ, 3 ઓલિવેટેડ ફ્લાય ઓવરનું નિર્માણ કરાશે. 

રાજકોટમાં હાઇફાઇ બર્થ ડે પાર્ટી ઉજવવા માટે યુવાનોએ આખી બિલ્ડિંગનો ભંગાર ચોરી કર્યો

સરકારે ઉમેર્યું કે, 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચેના બાઘડા સુધીના 50.48 કિલોમીટરના  10 મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરાશે. જેના પર 2 રેલવે ઓવરબ્રિજ અને નવા પુલિયાનું નિર્માણ કરાશે. આ રોડ પર 100 કિલોમીટરની સ્પીડ સુધી વાહન ચલાવી શકાશે. આ ઉપરાંત 451.50 કરોડના ખર્ચે બાઘડા-અમરેલીના 50.48 કિલોમીટરનો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમાં અમરેલી બાયપાસ ઉપરાંત બગસરા જવાના પુલનું નિર્માણ પણ કરાશે. 

કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને એટલા ડંડા માર્યા કે, શરીર પર લાલ ચકામા ઉપસી ગયા

આ ઉપરાંત 450 કરોડના ખર્ચે ભિલોડા-શામળાજી નેશનલ હાઇવે 168 G નો નવો 10 મીટર પહોળો રસ્તા બનશે. જેના પર અલગ અલગ પુલન અને ભીલોડા બાયપાસનું નિર્માણ કરાશે. આ જ રીતે આહ્વા-સાપુતારા નેશનલ હાઇવે 953 માર્ગને પણ 10 મીટર પહોળો કરાશે ઉપરાંત હાલના રસ્તાને પણ અપગ્રેડ કરાશે. 250 કરોડના ખર્ચે જામનગર-કાલાવાડ નેશનલ હાઇવે 927D ને ચાર લેનનો રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન અને જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી થશે. નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે છેલ્લા 6 મહિનામાં રાજ્યના 33 જિલ્લાઓમાં 12,200 કરોડના ખર્ચે વિવિધ માર્ગોના નિર્માણ, વિકાસકાર્યો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની કામગીરી પ્રગતિ હેઠળ છે. ભારત સરકાર દ્વારા આ માટે કન્સલ્ટન્સી એજન્સીની નિમણુંક પણ કરવામાં આવશે અને સર્વે કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More