Home> India
Advertisement
Prev
Next

Odisha Train Accident: ઓડિશાની હોસ્પિટલોમાં યુદ્ધ જેવી સ્થિતિ, ઘાયલોની કતાર, શાળા બની ગઈ હંગામી શબઘર

Balasore Train Accident: ઓડિશામાં રેલ દુર્ઘટના બાદ હોસ્પિટલની અંદર ભયાનક સ્થિતિ છે. અહીં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. 

Odisha Train Accident: ઓડિશાની હોસ્પિટલોમાં યુદ્ધ જેવી સ્થિતિ, ઘાયલોની કતાર, શાળા બની ગઈ હંગામી શબઘર

ભુવનેશ્વરઃ Coromandel Express Derail: ઓડિશાના બાલાસોરમાં થયેલી ત્રણ ટ્રેનોની ટક્કર બાદ સ્થિતિ ભયાનક છે. ચારે તરફ લોકો રડતી આંખે શોધી રહ્યાં છે, તો બીજીતરફ હોસ્પિટલ ઈજાગ્રસ્તોની સારવારથી ભરાઈ ગઈ છે. બાલાસોરની હોસ્પિટલમાં ડોક્ટર ઈજાગ્રસ્ત લોકોનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. 

વાસ્તવમાં, ઓડિશાના બાલાસોરની સરકારી જિલ્લા હોસ્પિટલ શનિવારે યુદ્ધ ક્ષેત્રની જેમ દેખાતી હતી. હોસ્પિટલનો કોરિડોર સ્ટ્રેચર પર પડેલા ઘાયલોથી ભરાઈ ગયો હતો, કોરિડોરથી હોસ્પિટલની બહાર સુધી લોકોની ભીડ જોઈ શકાતી હતી. ઘાયલ મુસાફરોની સારવાર માટે અહીં ધસારો રહે છે.

આ પણ વાંચોઃ બાલાસોર અકસ્માત બાદ રાજીનામાની માંગ પર વૈષ્ણવે કહ્યું, આ રાજકારણ કરવાનો સમય નથી

તબીબી સ્ટાફ બહાદુરીથી લડી રહ્યો છે
બાલાસોર જિલ્લામાં શુક્રવારે (2 જૂન) રાત્રે ભયાનક ટ્રેન દુર્ઘટનાથી, સમાચાર લખાય છે ત્યાં સુધી 288 લોકોએ જીવ ગુમાવ્યો છે. લગભગ એક હજાર લોકો ઘાયલ થયા છે. ઘણા ઘાયલ મુસાફરોને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અરાજકતા વચ્ચે ડોકટરો અને તબીબી સ્ટાફ જીવન બચાવવા માટે બહાદુરીથી લડી રહ્યા છે. અહેવાલો અનુસાર શુક્રવારના અકસ્માત બાદ 500થી વધુ ઘાયલોને બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જીવન બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ
મેડિકલ સ્ટાફ ઘાયલ મુસાફરોના જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યો છે. અહેવાલ અનુસાર, વધુને વધુ ઘાયલ મુસાફરોની સારવાર માટે હોસ્પિટલમાં વધારાના બેડ ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય ઘાયલોને બાલાસોર, સોરો, ભદ્રક, જાજપુર અને કટકની એસસીબી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ત્રણ ટ્રેનની ટક્કર પહેલા કેવી સ્થિતિ હતી? રેલવેના ચાર્ટથી થઈ ગયો મોટો ખુલાસો

શાળા અસ્થાયી શબઘર બની
એક અહેવાલ મુજબ, ઓડિશામાં ભયંકર પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાજ્યના બહંગા ગામમાં એક દાયકા જૂની હાઇસ્કૂલને કામચલાઉ શબઘરમાં ફેરવી દેવામાં આવી છે. વાસ્તવમાં, ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાથી, મૃતદેહોને દિવસભર બહાર કાઢ્યા બાદ સુરક્ષિત રાખવાનો પડકાર અધિકારીઓ સમક્ષ આવ્યો હતો. આવી સ્થિતિમાં, અધિકારીઓએ મૃતદેહો રાખવા માટે સ્થળથી 300 મીટર દૂર એક શાળા પસંદ કરી.

જીવનમાં આવી અરાજકતા ક્યારેય જોઈ નથી - ડોક્ટર
બાલાસોર જિલ્લા મુખ્યાલયમાં એડિશનલ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર, મૃત્યુંજય મિશ્રાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું- 
"હું ઘણા દાયકાઓથી આ વ્યવસાયમાં છું, પરંતુ મેં મારા જીવનમાં ક્યારેય આવી અરાજકતા જોઈ નથી... અચાનક, 251 ઘાયલ લોકોને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જેના માટે અમે તૈયાર નહોતા. અમારા કર્મચારીઓએ આખી રાત કામ કર્યું અને બધાને પ્રાથમિક સારવાર પ્રદાન કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More