Home> Business
Advertisement
Prev
Next

મહિને માત્ર 1 હજારના રોકાણથી બની જશે મોટુ ફંડ, SIP ની આ ટ્રિકનો કરો ઉપયોગ

SIP Calculation: લાંબુ રોકાણ કરશો તો ક્મ્પાઉન્ડિંગ દ્વારા મોટું રિટર્ન મળવાની આશા કરી શકો છો. એક્સપર્ટ માને છે કે 20, 25, 30 વર્ષ માટે કરવામાં આવેલું રોકાણ તમને 20 ટકા સુધી નફો આપી શકે છે. 

 મહિને માત્ર 1 હજારના રોકાણથી બની જશે મોટુ ફંડ, SIP ની આ ટ્રિકનો કરો ઉપયોગ

નવી દિલ્હીઃ SIP Calculation: કરોડપતિ બનવું મુશ્કેલ જરૂર છે, પરંતુ અશક્ય નથી. જો સાચી રીતે રોકાણ કરવામાં આવે તો લક્ષ્ય પૂરુ થશે. તેમાં તમારો સાથ નિભાવે છે SIP- સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન. SIP એક એવું ટૂલ છે, જે લાંબા સમયમાં કરોડપતિ બનાવી શકે છે. લાંબુ રોકાણ કરશો તો કમ્પાઉન્ડિંગ દ્વારા મોટું રિટર્ન મળવાની આશા કરી શકો છો. નિષ્ણાંતો માને છે કે 20, 25, 30 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો તમને 20 ટકા સુધી નફો આપી શકે છે. તેથી રોકાણ જેટલું જલદી શરૂ કરશો એટલો ફાયદો થશે. 

માત્ર 1000 રૂપિયાથી કરો શરૂઆત
ધ્યાન રાખો, નિયમિત રોકાણ કરવાનું છે. પરંતુ તે માટે શરૂઆત માત્ર 1000 રૂપિયાથી કરી શકો છો. આ નાના ફંડને મોટા કોર્પસમાં બદલવો ખુબ સરળ છે. 1000 રૂપિયાની એસઆઈપી તમને કરોડપતિ બનાવી શકે છે. આવો જાણીએ 1000 રૂપિયાથી 2 કરોડનું ફંડ કઈ રીતે તૈયાર થશે? દર મહિને 1 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યૂચુઅલ ફંડે 20 ટકા કે તેનાથી વધુ રિટર્ન આપ્યું છે. 

આ પણ વાંચોઃ 1 લાખ રૂપિયાના બની ગયા 8700000 રૂપિયા, આ કેમિકલ સ્ટોકે 10 વર્ષમાં કર્યા માલામાલ

20 વર્ષમાં કેટલા મળશે?
દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ અમાઉન્ટને 20 વર્ષ સુધી જમા કરવા પર કુલ 2.4 લાખ રૂપિયા જમા થાય છે. 20 વર્ષમાં વાર્ષિક 15 ટકાના રિટર્ન પર આ આંકડો વધીને 15 લાખ 16 હજાર રૂપિયા થઈ જશે. 20 ટકા વાર્ષિક રિટર્નની વાત કરીએ તો આ ફંડ વધીને 31.61 લાખ રૂપિયા થઈ જશે.

30 વર્ષના રોકાણ પર બનશે 2 કરોડથી વધુનું ફંડ
હવે માની લો કે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ 25 વર્ષ માટે કરો છો અને તેના પર 20 ટકાનું વાર્ષિક રિટર્ન મળે છે તો મેચ્યોરિટી પર 86.27 લાખનું ફંડ મળશે. જો આ સમય 30 વર્ષનો થયો તો 20 ટકાના રિટર્નથી તમને 2 કરોડ 33 લાખ રૂપિયા જેટલું ફંડ તૈયાર થઈ જશે, જેમ ઉપર ગણતરીમાં દેખાડવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Indian Railways આપી રહી છે 80,000 રૂપિયા કમાવાની તક, જાણો શું છે સરકારનો પ્લાન?

કેમ મળે છે આટલો મોટો ફાયદો?
મ્યૂચુઅલ ફંડ પર રોકાણને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. તેમાં દર મહિને રોકાણ કરવાની સુવિધા હોય છે. આ કારણ છે કે નાની રકમનું રોકાણ કરી તમે મોટું ફંડ તૈયાર કરી શકો છો. મળનાર રિટર્ન પર વ્યાજ તેને વધુ ઝડપથી વધારે છે. 

(ડિસ્ક્લેમરઃ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ જોખમને અધીન છે. કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More