Home> India
Advertisement
Prev
Next

લોકડાઉનનાં કારણે રોજ 8 અબજ ડોલરનું નુકસાન, જાણો લોકડાઉન પુર્ણ થશે કે નહી?

લોકડાઉન પુર્ણ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોનાં મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, 14 એપ્રીલે લોકડાઉન પુર્ણ થશે કે સરકાર એકવાર ફરી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી કરશે?  હાલ રાષ્ટ્રનો સૌથી મોટો સળગતો સવાલ છે. હાલ કોરોનાનો ચેપ અટકાવવા માટે એક અબજ કરતા પણ વધારેની વસ્તી લોકડાઉન છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ ગંભીર નુકસાન થઇ રહ્યું છે. 

લોકડાઉનનાં કારણે રોજ 8 અબજ ડોલરનું નુકસાન, જાણો લોકડાઉન પુર્ણ થશે કે નહી?

નવી દિલ્હી : લોકડાઉન પુર્ણ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોનાં મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, 14 એપ્રીલે લોકડાઉન પુર્ણ થશે કે સરકાર એકવાર ફરી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી કરશે?  હાલ રાષ્ટ્રનો સૌથી મોટો સળગતો સવાલ છે. હાલ કોરોનાનો ચેપ અટકાવવા માટે એક અબજ કરતા પણ વધારેની વસ્તી લોકડાઉન છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ ગંભીર નુકસાન થઇ રહ્યું છે. 

ભાવનગરમાં 2 નવા પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું, આખા શહેરનું બેરિકેડિંગ, 30 ડ્રોનથી બાજ નજર

સરકારને મળી રહેલા સંકેત જણાવે છે કે, એપ્રીલ 14 બાદ એક જ વારમાં દેશ સાથે લોકડાઉન નહી હટાવવામાં આવે. વડાપ્રધાન આવાસ, કેબિનેટ મીટિંગ, રાજ્ય સરકારની મીટિંગ પરતી મળી રહેલા સંકેતો અનુસાર સમગ્ર દેશમાંથી તબક્કાવાર લોકડાઉન હટાવવામાં આવી શકે છે. તેના માટે એક ટાઇમલાઇન તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. 

ફેસબુક પર ખોટી પોસ્ટ મુકી ભાજપનાં નેતાઓને બદનામ કરનારા 3 લોકોની ધરપકડ

મોદી કેબિનેટનાં એક સીનિયર મંત્રીનાં અનુસાર સરકાર Rational lockdown ના આઇડિયા અંગે કામ કરી રહ્યા છે. જેના હેઠળ તબક્કાવાર લોકડાઉનમાંથી બહાર આવવા અંગે જોર આપવામાં આવી રહ્યું છે. સરકારની ગણત્રી અનુસાર લોકડાઉનનાં કારણે કોરોના વાયરસને કંટ્રોલ કરવામાં ખુબ જ મદદ મળી છે, પરંતુ લોકડાઉનનાં કારણે લોકો અને અર્થવ્યવસ્થાને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. નાણામંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, એક ઉપર છલ્લી ગણત્રી અનુસાર ભારતને રોજિંદી રીતે જીડીપી લગભગ 8 બિલિયન ડોલર છે. જો લોકડાઉનને 30 દિવસ સુધી લંબાવવામાં આવે તો 250 બિલિયન ડોલરનું નુકસાન દેશને થશે. 

વડોદરામાં 90 વર્ષીય વૃદ્ધા માટે દેવદુત સાબિત થઇ પોલીસ, કરી અનોખી મદદ

જો લોકડાઉનને ઝડપથી ખોલવામાં આવે તો નાણાકીય વર્ષ 2020-21માં આ નુકસાનની રિકવરી થઇ શકે છે. જો કે લોકડાઉન લાંબુ ખેંચાશે તો રિકવરી અસંભવ થઇ જશે. જો કે સરકારની સામે પડકાર ગંભીર છે. વડાપ્રથાન એકતરફી નિર્ણય લેવા નથી માંગતા. માટે તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી અને એક્ઝિટ પ્લાન અંગે તમામ મુખ્યમંત્રીઓ પાસે એક્ઝિટન પ્લાન તૈયાર કરીને મોકલવા માટે જણાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More