Home> Gujarat
Advertisement
Prev
Next

CA ફાઉન્ડેશનની પરીક્ષા માટે ધોરણ 12ના એડમિટ કાર્ડથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે

લોકડાઉનના પગલે સીએ ફાઉન્ડેશન દ્વારા નવેમ્બર 2020 માં લેવાનારી ફાઉન્ડેશનની પરીક્ષા માટે ધોરણ 12 સીબીએસઇ, આઇસીએસઇ, રાજ્ય બોર્ડનાં વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ કે એક્ઝામ રિસીપ્ટનાં આધારે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આ રજીસ્ટ્રેશન માટે ધોરણ 12 પાસ કરેલું હોવું ફરજીયાત હતું. પરંતુ હાલની સ્થિતી જોતા સીએ ફાઉન્ડેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

CA ફાઉન્ડેશનની પરીક્ષા માટે ધોરણ 12ના એડમિટ કાર્ડથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે

અમદાવાદ : લોકડાઉનના પગલે સીએ ફાઉન્ડેશન દ્વારા નવેમ્બર 2020 માં લેવાનારી ફાઉન્ડેશનની પરીક્ષા માટે ધોરણ 12 સીબીએસઇ, આઇસીએસઇ, રાજ્ય બોર્ડનાં વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ કે એક્ઝામ રિસીપ્ટનાં આધારે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આ રજીસ્ટ્રેશન માટે ધોરણ 12 પાસ કરેલું હોવું ફરજીયાત હતું. પરંતુ હાલની સ્થિતી જોતા સીએ ફાઉન્ડેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફેસબુક પર ખોટી પોસ્ટ મુકી ભાજપનાં નેતાઓને બદનામ કરનારા 3 લોકોની ધરપકડ

આ ઉપરાંત સીએ ઇન્ટર એખ્ઝામના એક ગ્રુપ કે બેની પરીક્ષા ક્લિયર કરનાર જે વિદ્યાર્થીએ 30 એપ્રીલ કે તે પહેલા આર્ટિકલશિપ શરૂ કર્યું ન હોય તેમના માટે 31મી મે સુધીમાં આર્ટિકલશિપ શરૂ કરવાની રજિસ્ટ્રેશન કરવાની અંતિમ મુદ્દત લંબાવવામાં આવી છે. સીએ ઇન્ટર વિદ્યાર્થી નવેમ્બર 2022 માં યોજાનારી સીએ ફાઇનલની પરીક્ષા આપી શકશે તેમ સીએ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More