Home> India
Advertisement
Prev
Next

PM Modi Telangana Visit: 'મને રોજ 2-3 કિલો ગાળો મળે છે...' વિરોધીઓ પર બોલ્યા પીએમ મોદી

PM Modi In Telangana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પર રાજકીય હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર લોકો સાથે ન્યાય કરી રહી નથી. 
 

PM Modi Telangana Visit: 'મને રોજ 2-3 કિલો ગાળો મળે છે...' વિરોધીઓ પર બોલ્યા પીએમ મોદી

હૈદરાબાદઃ PM Modi Telangana Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે તેલંગણાના પ્રવાસ પર હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. તેમણે મુખ્યમંત્રીનું નામ લીધા વગર તેમને ભ્રષ્ટાચાર અને વંશવાદની રાજનીતિ કરનારા ગણાવ્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઘણા લોકો તેમને સવાલ કરે છે કે તે ખુબ મહેનત કરે છે તેમ છતાં થાકતા નથી. તેમણે કહ્યું- હું થાકતો નથી કારણ કે હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉ છું. ભગવાને મને આશીર્વાદ આપ્યા છે કે તે અપશબ્દ અંદર પોષણમાં બદલી જાય છે. આગળ તેમણે કહ્યું કે તમે મને ગાળો આપો, ભાજપને ગાળો આપો, પરંતુ જો તમે તેલંગણાના લોકોને ગાળો આપો છો તો તમારે તેની ભારે કિંમત ચુકવવી પડશે. 

'સરકારે અન્યાય કર્યો'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાની રાજધાની હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ કરતા ભાજપ કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કરતા કહ્યુ કે મને અફસોસ છે કે તેલંગણાના નામ પર જે લોકો મોટા થયા, આગળ વધ્યા, સત્તા મેળવી, તે ખુદ તો આગળ વધી ગયા, પરંતુ તેલંગણાને પાછળ ધકેલી દીધુ. તેલંગણાનું જે સામર્થ્ય છે, તેલંગણાના લોકોની જે પ્રતિભા છે, તેની સાથે અહીંની સરકાર અને નેતા સતત અન્યાય કરે છે. 

આ પણ વાંચોઃ રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરન 31 વર્ષ બાદ જેલમાંથી છુટી, જુઓ તસવીર

શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ શહેર સૂચના અને ટેક્નોલોજીનો કિલો છે. જ્યારે હું અહીં જોઉં છું તો આધુનિક શહેરમાં અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવે છે તો ખુબ દુખ થાય છે. એવું લાગે છે કે અહીંની સરકારે અંધવિશ્વાસને રાજ્યાશ્રિત આપેલું છે. આ સિવાય તેમણે કહ્યું કે તેલંગણામાં અંધવિશ્વાસના નામ પર શું-શું થઈ રહ્યું છે તે દેશના લોકોએ જાણવું જોઈએ. જો તેલંગણાનો વિકાસ કરવાનો છો, તેને પછાતમાંથી બહાર કાઢવું છે, તો તેણે સૌથી પહેલા અહીં દરેક પ્રકારના અંધવિશ્વાસને દૂર કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More