Home> India
Advertisement
Prev
Next

મારા જવાનો પાસે એવા હથિયાર હશે જેના વિશે વિરોધી વિચારી પણ ન શકેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ભારતીય સેનાઓમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય, 21મી સદીના ભારત માટે ખુબ જરૂરી છે. આત્મનિર્ભર નૌસેના માટે પહેલા સ્વાવલંબન સેમિનારનું આયોજન થવું, આ દિશામાં મહત્વનું પગલું છે. 

મારા જવાનો પાસે એવા હથિયાર હશે જેના વિશે વિરોધી વિચારી પણ ન શકેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યુ કે ભારતમાં એક નવી સંરક્ષણ ઇકોસિસ્ટમને વિકસિત કરવામાં આવી રહી છે, જ્યાં આયાત ઘટાડવામાં આવી રહી છે અને નિકાસ વધારવામાં આવી રહી છે. ભારતીય નૌસેના દ્વારા આયોજીત NIIO (નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડીજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) સંમેલન સ્વાવલંબનમાં પ્રધાનમંત્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું કે ભારતીય સેનાઓમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય, 21મી સદીના ભારત માટે ખુબ જરૂરી છે. આત્મનિર્ભર નૌસેના માટે પહેલા સ્વાવલંબન સેમિનારનું આયોજન થવું, આ દિશામાં મહત્વનું પગલું છે. 

નૌસૈનિક કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યુ- અમે સરળતમ ઉત્પાદકો માટે પણ વિદેશો પર નિર્ભર રહેવાની આદત બનાવી લીધી છે. આ માનસિકતાને બદલવા માટે બધાના પ્રયાસની મદદથી રક્ષાની એક નવી ઇકો સિસ્ટમ બનાવવા માટે અમે 2014 બાદ એક મિશન મોડ પર કામ કર્યું. તેમણે કહ્યું, એવું નથી કે આપણી પાસે ટેલેન્ટ નથી. આપણી પાસે ટેલેન્ટ છે. મારા સૈનિકોને તે 10 હથિયારો સાથે મેદાનમાં જવા દેવા જે દુનિયાની પાસે છે.. હું આવુ જોખમ ન ઉઠાવી શકુ. મારા જવાન પાસે તે હથિયાર હશે જે વિરોધી વિચારી પણ ન શકે. 

પીએમ મોદીએ ભારતના આત્મવિશ્વાસ અને તેની આત્મનિર્ભરતાને પડકાર આપનારી તાકાતો વિરુદ્ધ યુદ્ધ તેજ કરવાનું આહ્વાન કરતા સોમવારે કહ્યું કે, આવા પ્રયાસને નાકામ કરવો જરૂરી છે. પ્રધાનમંત્રીએ તે પણ કહ્યું કે જેમ-જેમ ભારત વૈશ્વિક મંચ પર ખુદને સ્થાપિત કરી રહ્યું છે, તેમ-તેમ દુષ્પ્રચારના માધ્યમથી સતત હુમલો થઈ રહ્યો છે. 

તેમણે કહ્યું- ખુદ પર વિશ્વાસ રાખતા ભારતના હિતોને હાનિ પહોંચાડનાર તાકાતો ભલે દેશમાં હોય કે વિદેશમાં, તેના દરેક પ્રયાસને નિષ્ફળ કરવાનો છે. તેમણે કહ્યું- દેશની રક્ષા માટે આપણે વધુ એક મહત્વના પક્ષ પર ધ્યાન આપવું જોઈએ. આપણે ભારતના આત્મવિશ્વાસને, આપણી આત્મનિર્ભરતાને પડકાર આપનાર તાકાતો વિરુદ્ધ યુદ્ધ ઝડપી કરવાનું છે. 

આ પણ વાંચોઃ મંકીપોક્સનો બીજો કેસ સામે આવતા કેન્દ્ર એલર્ટ, એરપોર્ટ અને પોર્ટ પર સ્ક્રીનિંગના આપ્યા નિર્દેશ

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રની રક્ષા હવે માત્ર સરહદો સુધી સીમિત નથી, પરંતુ ખુબ વ્યાપક છે તેથી દરેક નાગરિકને તે માટે જાગરૂત કરવા પણ એટલા જરૂરી છે. તેમણે કહ્યું- જેમ આત્મનિર્ભર ભારત માટે હોલ ઓફ ધ ગવર્મેન્ટ એપ્રોચની સાથે આગળ વધી રહ્યાં છે, આમ પણ રાષ્ટ્રની રક્ષા માટે પણ હોલ ઓફ ધ નેશન અપ્રોચ સમયની માંગ છે. ભારતના કોટિ-કોટિ જનોની આ સામૂહિક રાષ્ટ્ર ચેતના જ સુરક્ષા અને સમૃદ્ધિનો સશક્ત આધાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More