Home> India
Advertisement
Prev
Next

Monkeypox Cases In India: મંકીપોક્સનો બીજો કેસ સામે આવતા કેન્દ્ર એલર્ટ, એરપોર્ટ અને પોર્ટ પર સ્ક્રીનિંગના આપ્યા નિર્દેશ

Monkeypox Cases In India: ભારતમાં આજે મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ થઈ છે. આ કેસ પણ કેરલમાં નોંધાયો છે. 
 

Monkeypox Cases In India: મંકીપોક્સનો બીજો કેસ સામે આવતા કેન્દ્ર એલર્ટ, એરપોર્ટ અને પોર્ટ પર સ્ક્રીનિંગના આપ્યા નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સનો બીજો કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પોર્ટ પર પ્રવેશના બિન્દુઓની સ્વાસ્થ્ય ગતિવિધિઓની સમીક્ષા બેઠક યોજી. કેન્દ્ર સરકારે હવાઈ મથક અને પોર્ટ પર સ્ક્રીનિંગનો નિર્દેશ આપ્યો છે. જેનાથી સમય રહેતા મંકીપોક્સના દર્દીઓની ઓળખ કરી તેની સારવાર કરી શકાય. આ બેઠકમાં એરપોર્ટ અને પોર્ટના સ્વાસ્થ્ય અધિકારીઓ અને પ્રાદેશિક કાર્યાલયોના રીઝનલ ડાયરેક્ટર સામેલ હતા. 

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો, એરપોર્ટ અને પોર્ટના સ્વાસ્થ્ય અધિકારીઓને મંકીપોક્સ રોગના જોખમને ઓછુ કરવા માટે તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીકોની સ્વાસ્થ્ય તપાસ નક્કી કરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંકીપોક્સ રોગના મેનેજમેન્ટ માટે દિશાનિર્દેશ પ્રમાણે મંકીપોક્સ રોગની ક્લિનિકલ મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે કોઈ સંક્રમિત મળે છે તો તેને સમય પર રેફરલ અને આઇસોલેશન માટે પોર્ટ અને એરપોર્ટ માટે નિર્ધારિત હોસ્પિટલ સુવિધાઓ હોય અને તે નક્કી કરવા સિવાય આંતરરાષ્ટ્રીય પોર્ટ અને એરપોર્ટ પર ઇમિગ્રેશન જેવી અન્ય એજન્સીઓની સાથે સમન્વય કરવાની સલાહ પણ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ નૂપુર શર્મા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી, પયગંબર ટિપ્પણી વિવાદમાં ધરપકડથી માંગી રાહત

દેશમાં આજે મળ્યો મંકીપોક્સનો બીજો કેસ
નોંધનીય છે કે આજે દેશમાં મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ થઈ છે. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે સોમવારે કહ્યું કે દુબઈથી પાછલા સપ્તાહે કેરલ પહોંચેલો 31 વર્ષનો વ્યક્તિ તપાસમાં મંકીપોક્સથી સંક્રમિત મળ્યો છે. આ પહેલા પણ મંકીપોક્સનો એક કેસ કેરલમાં સામે આવ્યો હતો.

કન્નૂરમાં રહે છે દર્દી
તેમણે કહ્યું કે આ સાથે રાજ્યમાં મંકીપોક્સનો બીજો કેસ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, 13 જુલાઈએ કેરલ પહોંચેલો દર્દી કન્નૂરનો રહેવાસી છે અને ત્યાં પરિયારામ મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે તેના સ્વાસ્થ્યની સ્થિતિ સ્થિર છે. સ્વાસ્થ્ય મંત્રીએ તે પણ કહ્યું કે જે લોકો દર્દીના નજીકના સંપર્કમાં હતા તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More