Home> India
Advertisement
Prev
Next

Aryan Khan Case: આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? આ 5 કારણોને લીધે ગૂંચવાયું છે કોકડું 

આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? કોર્ટની આ 5 ટિપ્પણી સમજવી જરૂરી છે. 

Aryan Khan Case: આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? આ 5 કારણોને લીધે ગૂંચવાયું છે કોકડું 

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ગઈ કાલે સ્પેશિયલ NDPS કોર્ટે ફગાવી. જજ વીવી પાટિલે 21 પાનાના પોતાના આદેશમાં કહ્યું કે પહેલી નજરે જોતા જાણવા મળે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે. આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? કોર્ટની આ 5 ટિપ્પણી સમજવી જરૂરી છે. 

1. કોર્ટે કહ્યું કે આર્યન અને અરબાઝ મર્ચન્ટ લાંબા સમયથી મિત્ર છે. તેઓ એક સાથે જઈ રહ્યા હતા અને તેમને ક્રૂઝ પર સાથે પકડવામાં આવ્યા હતા. બંનેએ પોતાના નિવેદનોમાં ડ્રગ્સ લેવાની વાત કબૂલી છે. જેનાથી જાણવા મળે છે કે આર્યનને ખબર હતી કે અરબાઝના જૂતામાં ડ્રગ્સ છે. 

2. આર્યનના વકીલોએ દલીલ કરી કે તેમની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી આથી તેઓ નશામાં નહતા. જેના પર કોર્ટે કહ્યું કે આરોપી નંબર વન (આર્યન ખાન) પાસે ભલે કોઈ પ્રતિબંધિત પદાર્થ નથી મળ્યો પરંતુ આરોપી નંબર 2 (અરબાઝ મર્ચન્ટ) પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યું હતું. આથી કહી શકાય કે બંનેને તેના વિશે ખબર હતી. 

3. જજ વી વી પાટિલે કહ્યું કે વોટ્સએપ ચેટથી ખબર પડે છે કે આરોપી નંબર 1 અજાણ્યા વ્યક્તિઓ સાથે ડ્રગ્સ અંગે વાત કરતો હતો. આથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આવેદક અને આરોપી નંબર વન અજાણ્યા વ્યક્તિ સાથે પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થની ડીલ કરતા હતા. 

4. તેમણે કહ્યું કે વોટ્સએપ ચેટથી જાણવા મળે છે કે આરોપી નંબર 1 અને ડ્રગ્સ પેડલર્સ વચ્ચે સાઠગાંઠ હતી. આરોપી નંબર 2 સાથે પણ તેની ચેટ છે. આ ઉપરાંત આરોપી નંબર 1થી 8 સુધીની ધરપકડ કરાઈ અને તેમની પાસેથી કઈક માત્રમાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યા છે. 

એનસીબીને ક્રૂઝ પર રેવ પાર્ટીની સૂચના મળી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓ સપ્લાય કરનારા લોકોના નામનો ખુલાસો કર્યો છે. જે આરોપીઓના કોઈ અપરાધિક ષડયંત્રમાં સામેલ હોવા તરફ ઈશારો કરે છે. પ્રથમ દ્રષ્ટિએ રેકોર્ડ પર રખાયેલી સામગ્રીથી જાણવા મળે છે કે આ મામલે એનડીપીએસની કલમ 29 લાગૂ થાય છે. 

5. જજ પાટિલે જાણ્યું કે આ મામલો એવો જ છે જેવો રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીનો હતો. શોવિકની વોટ્સએપ ચેટથી પણ જાણવા મળ્યું હતું કે તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. જજ પાટિલે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આરોપી એક મોટા નેટવર્કનો હિસ્સો છે. જેવું શોવિક ચક્રવર્તીના મામલે હતું. આરોપી ષડયંત્રનો ભાગ છે એટલે જે પણ ડ્રગ્સ જપ્ત થયું છે તેના માટે તે પણ જવાબદાર છે. દરેક આરોપીના મામલાને એક બીજાથી અલગ કરી શકાય નહીં. 

આ બાબતોનો પણ જજે કર્યો ઉલ્લેખ
આ મામલે વીવી પાટિલે આદેશમાં એમ પણ કહ્યું કે આ વાતોથી ખબર પડે છે કે આરોપી નંબર 1 ને આરોપી નંબર 2 દ્વારા પોતાના જૂતામાં છૂપાયેલા પ્રતિબંધિત પદાર્થ અંગે જાણકારી હતી. આરોપી નંબર 1થી 3 (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા) ની ગંભીર અપરાધમાં પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી જોતા, આ જામીન આપવા જેવો મામલો નથી. કોર્ટે કહ્યું કે કેસના કાગળો અને આર્યન ખાન તથા અરબાઝ મર્ચન્ટના સ્વૈચ્છિક નિવેદનોથી ખબર પડે છે કે તેમની પાસે સેવન અને મોજમસ્તી માટે માદક પદાર્થ હતા. 

પોતાની ચેટમાં આર્યને ભારે માત્રામાં અન્ય હાર્ડ ડ્રગ્સનો ઉલ્લેખ કર્યો. પ્રથમદ્રષ્ટિએ આ સામગ્રી દર્શાવે છે કે અરજીકર્તા નંબર 1 (આર્યન ખાન) અભિયોજન પક્ષના આરોપ મુજબ પ્રતિબંધિત નશીલા પદાર્થોના કારોબાર કરનારા વ્યક્તિઓના સંપર્કમાં હતો. 

Shah Rukh Khan ના પુત્ર આર્યન માટે જેલનું જીવન અસહ્ય બની રહ્યું છે!, આ 5 સમસ્યાથી હેરાન પરેશાન છે

અભિનેત્રી સાથેની આર્યનની ચેટ
આ બધા વચ્ચે આર્યન ખાનની એક અપકમિંગ અભિનેત્રી સાથેની ચેટે પણ ખળભળાટ મચાવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ચેટમાં બંને ડ્રગ્સ પર ચર્ચા કરી રહ્યા હતા. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના અહેવાલ મુજબ આર્યન ખાનની સુનાવણી પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈની રેવ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ પર ચર્ચા કરતી વોટ્સએપ ચેટ પણ જમા કરી છે. 

Aryan Khan મામલે શાહરૂખ ખાનના આ 10 'મિત્રો'નું મૌન છે એકદમ અકળાવનારું, સપોર્ટમાં એક ટ્વીટ નહીં!

અત્રે જણાવવાનું કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની માદક પદાર્થો રાખવાની, તે સંબંધિત કાવતરું રચવા, તેના સેવન, ખરીદી અને તસ્કરી કરવાના આરોપમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ થઈ હતી. ત્રણેય હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આર્યન અને અરબાઝ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. જ્યારે મુનમુન ધામેચા ભાયખલ્લાની મહિલા જેલમાં છે. આર્યનની જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ એનસીબી ઓફિસર સમીર વાનખેડેએ કહ્યું કે જીત હંમેશા સત્યની થાય છે. સત્યમેવ જયતે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More