Home> Entertainment
Advertisement
Prev
Next

Video: નિયમ બદલાતા થયો ફાયદો! પુત્ર આર્યન ખાનને મળવા માટે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા

આર્યન ખાન છેલ્લા 18 દિવસથી કસ્ટડીમાં છે. સતત જામીન અરજી થઈ રહી છે પરંતુ હજું જેલમાંથી બહાર આવવામાં સફળતા મળી નથી. ગઈ કાલે જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હવે આજે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી છે.

Video: નિયમ બદલાતા થયો ફાયદો! પુત્ર આર્યન ખાનને મળવા માટે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા

મુંબઈ: આર્યન ખાન છેલ્લા 18 દિવસથી કસ્ટડીમાં છે. સતત જામીન અરજી થઈ રહી છે પરંતુ હજું જેલમાંથી બહાર આવવામાં સફળતા મળી નથી. ગઈ કાલે જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હવે આજે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી છે. આ બધા વચ્ચે પહેલીવાર આર્યન ખાનના પિતા શાહરૂખ ખાન તેને મળવા માટે જેલમાં પહોંચ્યા. 

વાત જાણે એમ છે કે કોરોના પ્રતિબંધોમાંઢીલ અપાતા આજથી એટલે કે 21 ઓક્ટોબરથી હવે કેદી/અંડર ટ્રાયલ કેદીઓને તેમના સંબંધીઓને મળવાની મંજૂરી અપાઈ છે. આ ફેરફાર બાદ હવે આજધી વધુમાં વધુ બે સંબંધીઓ કે વકીલ કેદીઓને મળી શકશે. આવામાં પોતાના પુત્રને ન મળી શકનારા શાહરૂખ  ખાન આજે સવાર સવારમાં જેલમાં પહોંચી ગયા. 

આર્થર રોડ જેલ બહાર લાગી છે નોટિસ
કોવિડ નિયમોમાં ફેરફારને લઈને આર્થર રોડ જેલની બહાર એક નોટિસ લાગી છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આજથી  જેલમાં પૂર્વ મંજૂરી અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કેદીઓને મળી શકાશે. 

આજે કોર્ટ જઈ શકશે નહીં આર્યન
અત્રે જણાવવાનું કે આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી છે. પરંતુ હવે જેલ પ્રશાસન પાસેથી માહિતી મળી છે કે આ સુનાવણીમાં આર્યન ખાન તથા અન્ય આરોપીઓને કોર્ટમાં લાવવામાં નહીં આવે. આ મામલે જેલ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આર્યન ખાન અને અન્ય આરોપીઓને આજે કોર્ટમાં લાગવવામાં આવશે નહીં. તેમના વીડિયો કોન્ફરન્સિંગ કે મોકલવામાં આવેલા વોરન્ટના માધ્યમથી સામેલ થવાની શક્યતા છે. એવું પણ શક્ય છે કે આજે બોમ્બ હાઈકોર્ટમાં થનારી સુનાવણીમાં આર્યનના વકીલોની સાથે શાહરૂખના મેનેજર પણ હાજર રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More