Home> India
Advertisement
Prev
Next

Tajinder Bagga: મોહાલી કોર્ટે તજિંદર બગ્ગા વિરૂદ્ધ ઇશ્યુ કર્યું ધરપકડ વોરન્ટ, ભાજપ નેતાની વધી મુશ્કેલીઓ

Tajinder Pal Bagga: મોહાલીના રહેવાસી આમ આદમી પાર્ટીના નેતા સની સિંહ અહલુવાલિયાની ફરિયાદ બાદ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તજિંદર પાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસે દિલ્હીના જનકપુરી સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

Tajinder Bagga: મોહાલી કોર્ટે તજિંદર બગ્ગા વિરૂદ્ધ ઇશ્યુ કર્યું ધરપકડ વોરન્ટ, ભાજપ નેતાની વધી મુશ્કેલીઓ

Tajinder Pal Bagga Case: ભાજપ નેતા તજિંદર બગ્ગા વિરૂધ આઇપીસીની 153 એ, 505, 505 (2) અને 506 કલમ હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે. જેને લઇને શનિવારે મોહાલીની એક કોર્ટે તજિંદર બગ્ગાની ધરપકડ માટે વધુ એક વોરન્ટ ઇશ્યુ કર્યું છે. મોહાલી કોર્ટના આદેશ બાદ જિલ્લાધિકારીએ મોહાલી સાયબર ક્રાઇમ બ્રાન્ચને તજિંદર બગ્ગાની ધરપકડ કરી રજૂ કરવા કહ્યું છે. જેને લઇને પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે.

મોહાલીના રહેવાસી આમ આદમી પાર્ટીના નેતા સની સિંહ અહલુવાલિયાની ફરિયાદ બાદ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તજિંદર પાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસે શુક્રવાર સવારે ભડકાઉ નિવેદન આપવા અને ધમકી આપવાના આરોપમાં દિલ્હીના જનકપુરી સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જો કે, પંજાબ પોલીસ બગ્ગા સાથે રવાના થતા જ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને જનકપુરી પોલીસ સ્ટેશનમાં તેમના પંજાબ સમકક્ષો વિરૂધ અપહરણનો કેસ નોંધ્યો હતો.

કરોડોની બેંક છેતરપિંડી મામલે પંજાબ AAP ધારાસભ્યના સ્થળો પર CBI ના દરોડા

જોતજોતામાં હરિયાણા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ. કુરૂક્ષેત્રની ક્રાઈમ બ્રાન્ચે પંજાબ પોલીસના કાફલાને ખાનપુર કોલિયા પાસે અટકાવ્યો હતો. ત્યાંથી દિલ્હી પોલીસ ભાજપ નેતાને પરત દિલ્હી લઈ આવી હતી. તજિંદર બગ્ગાની ધરપકડ મામલે ભાજપ અને આપ વચ્ચે રાજકીય તણાવ શરૂ થઈ ગયો છે. ભાજપે પંજાબ પોલીસ પર તજિંદરના અપહરણનો આરોપ લગાવ્યો છે. આપે આરોપ નકારતા કહ્યું કે ભાજપ નેતાની પંજાબમાં કથિર રીતે સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરેના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More