Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારે વધારી 3 ડેડલાઇન, કરોડો લોકોને નવેમ્બર સુધી મળશે ફાયદો

ગત્ત દિવસોમાં કોરોનાના સંકટ કાળને જોતા કેન્દ્ર સરકારે ત્રણ મહત્વની ડેડ લાઇન વધારી દીધી હતી. આ ડેડલાઇન દરેક નાગરિકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. તેનો ફાયદો સીધો જ તમને થઇ શકે છે. જાણો સરકારે કઇ નવી યોજનાઓની તારીખ કોરોનાને ધ્યાને રાખીને વધારી દીધી છે.

મોદી સરકારે વધારી 3 ડેડલાઇન, કરોડો લોકોને નવેમ્બર સુધી મળશે ફાયદો

નવી દિલ્હી : ગત્ત દિવસોમાં કોરોનાના સંકટ કાળને જોતા કેન્દ્ર સરકારે ત્રણ મહત્વની ડેડ લાઇન વધારી દીધી હતી. આ ડેડલાઇન દરેક નાગરિકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. તેનો ફાયદો સીધો જ તમને થઇ શકે છે. જાણો સરકારે કઇ નવી યોજનાઓની તારીખ કોરોનાને ધ્યાને રાખીને વધારી દીધી છે.

વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 

સપ્ટેમ્બર સુધી મફત સિલિન્ડર
સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉજ્વલા યોજનાનાં સાત કરોડથી વધારે લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવાની સુવિધાનો સમયગાળો સપ્ટેમ્બર સુધી વધારવાને મંજુરી મળી ચુકી છે. આ યોજના હેઠળ ત્રણ મહિના વધારે સિલિન્ડર આપવામાં આવશે. આને કારણે સરકારને વધારાનો 13500 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. 

વિકાસ દુબે ઠાર મરાયો તે અંગે બોલ્યા કમલનાથ, મહાકાલની નજરોથી કોઇ પાપી બચી શકે નહી

ઓગષ્ટ સુધી પીએફની રકમ સરકાર ચુકવશે
કેન્દ્ર સરકાર ઓગષ્ટ સુધી નિયોક્તાઓ અને કર્મચારીઓનાં ભાગના ક્રમશ 12 12 ટકા પીએફની રકમ પોતે ચુકવશે. આ યોજના માત્ર તે સંસ્થાઓ માટે છે જેની કર્મચારીઓની સંખ્યા 100થી ઓછી હોય અને તેમાં 90 ટકા લોકોનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો હોય. સરકાર એપ્રીલથી જ આ સુવિધા આપી રહી છે. હાલ સરકારનાં આ નિર્ણયને કારણે 3.67 લાખ લોકોને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે. 

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી

નવેમ્બર સુધી ફ્રી અનાજ
વડાપ્રધાન ગરીલ કલ્યાણ અન્ન યોજના (PMGKY) ને વધારે પાંચ મહિના એટલે કે જુલાઇથી નવેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે. જેના હેઠળ તમામ લાભાર્થી પરિવારોને મફત અનાજ ઉપરાંત આગામી પાંચ મહીનાઓ જુલાઇ નવેમ્બરથી 2020 સુધી પ્રતિમાસ 1 કિલો ચણા નિશુલ્ક આપવામાં આવશે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More