Home> India
Advertisement
Prev
Next

Bharat Jodo Yatra: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો રાહુલ ગાંધીને પત્ર, કહ્યું- કોવિડ પ્રોટોકોલ અનુસરો નહીં તો ભારત જોડો યાત્રા સ્થગિત કરો

Mansukh Mandaviya write letter to Rahul Gandhi: મનસુખ માંડવિયાએ કહ્યું કે જો 'ભારત જોડો યાત્રા' દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશહિતમાં યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે  કોરોના વાયરસ મહામારી એક જાહેર કટોકટીની સ્થિતિ છે. આથી દેશહિતમાં 'ભારત જોડો યાત્રા'ને સ્થગિત કરવા પર નિર્ણય લઈ શકાય. 

Bharat Jodo Yatra: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો રાહુલ ગાંધીને પત્ર, કહ્યું- કોવિડ પ્રોટોકોલ અનુસરો નહીં તો ભારત જોડો યાત્રા સ્થગિત કરો

Mansukh Mandaviya write letter to Rahul Gandhi: Mansukh Mandaviya write letter to Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણા પહોંચી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો અને કહ્યું કે દેશહિતમાં 'ભારત જોડો યાત્રા' સ્થગિત કરો. સ્વાસ્થ્ય મંત્રીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ પત્ર લખીને યાત્રા રોકવાની અપીલ કરી છે. 

કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવાની અપીલ
વાત જાણે એમ છે કે ચીન સહિત અનેક દેશોમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા કેન્દ્ર સરકાર અલર્ટ થઈ ગઈ છે અને રાજ્યોને પણ જીનોમ સિક્વેન્સિંગ વધારવાના આદેશ અપાયા છે. કોરોના સંક્રમણ રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ બંને નેતાઓને ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવાની અપીલ કરી છે. 

કોવિડ પ્રોટોકોલનું પાલન ન થઈ શકે તો સ્થગિત કરવાની અપીલ
મનસુખ માંડવિયાએ કહ્યું કે જો 'ભારત જોડો યાત્રા' દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશહિતમાં યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે  કોરોના વાયરસ મહામારી એક જાહેર કટોકટીની સ્થિતિ છે. આથી દેશહિતમાં 'ભારત જોડો યાત્રા'ને સ્થગિત કરવા પર નિર્ણય લઈ શકાય. 

મનસુખ માંડવિયાએ પત્રમાં શું લખ્યું છે?
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રમાં લખ્યું છે કે રાહુલ ગાંધીજી નમસ્કાર, હું તમારા સ્વસ્થ અને સકુશળ હોવાની મંગળકામના કરું છું. કૃપા કરીને આ પત્ર સાથે સંલગ્ન રાજસ્થાન રાજ્યના માનનીય સંસદ સભ્ય પીપી ચૌધરી, નિહાલ ચંદ અને દેવજી પટેલ દ્વારા લખાયેલા તારીખ 20 ડિસેમ્બર 2022ના પત્રનો સંદર્ભ લો, જેમાં માનનીય સંસદ સભ્યોએ રાજસ્થાનમાં ચાલી રહેલી 'ભારત જોડો યાત્રા'થી ફેલાઈ રહેલી કોવિડ મહામારી સંબંધિત પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કોવિડથી રાજસ્થાન અને દેશને બચાવવાના સંદર્ભમાં નિમ્નલિખિત બે મહત્વપૂર્ણ બિન્દુઓ પર અપીલ કરી છે. 

fallbacks

તેમણે લખ્યું છે કે 'રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થાય, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવામાં આવે. ફક્ત કોવિડ રસી લીધેલા લોકો જ આ યાત્રામાં ભાગ લે એ સુનિશ્ચિત કરવામાં આવે. યાત્રામાં જોડાતા પૂર્વે તથા પછી યાત્રીઓને આઈસોલેટ કરવામાં આવે.' 

આ વીડિયો પણ ખાસ જુઓ...

વધુમાં લખ્યું છે કે 'જો ઉપરોક્ત કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો પબ્લિક હેલ્થ ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તથા કોવિડ મહામારીથી દેશને બચાવવા માટે 'ભારત જોડો યાત્રા'ને દેશહિતમાં સ્થગિત કરવાની અપીલ છે. તમને પ્રાર્થના છે કે માનનીય સંસદ સભ્યોની અપીલને ધ્યાનમાં લેઈને ઉપરોક્ત બિન્દુઓ પર જલદી કાર્યવાહી કરવાની અપીલ કરું છું. '

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More