Home> India
Advertisement
Prev
Next

મણિપુરના આ IAS અધિકારીને જાણો કેમ લોકો કહે છે ‘મિરેકલ મેન’

મણિપુરના તામેંગલોંગ જિલ્લાના કલેક્ટર આર્મસ્ટ્રોન્ગ પામે પણ કંઇક આવા જ વ્યક્તિત્વના માલિક છે. તેઓ હમેશાં કોઇને કોઇ સારા કામ માટે સમાચારોમાં આવતા રહે છે. ફરી એકવાર આ ‘મિરેકલ મેન’ ચર્ચામાં આવ્યા છે.

મણિપુરના આ IAS અધિકારીને જાણો કેમ લોકો કહે છે ‘મિરેકલ મેન’

અધિકારી બનવું તે દરેકની ઇચ્છા હોય છે. સામાન્ય રીતે અધિકારીઓ તેમના આ પ્રતિષ્ઠા અને શાનમાં જીવન વિતાવતા હોય છે. પરંતુ ઘણો એવા પણ અધિકારીઓ છે જેમને સેલ્યુઅટ કરવાનું મન થઇ જાય છે. મણિપુરના તામેંગલોંગ જિલ્લાના કલેક્ટર આર્મસ્ટ્રોન્ગ પામે પણ કંઇક આવા જ વ્યક્તિત્વના માલિક છે. તેઓ હમેશાં કોઇને કોઇ સારા કામ માટે સમાચારોમાં આવતા રહે છે. ફરી એકવાર આ ‘મિરેકલ મેન’ ચર્ચામાં આવ્યા છે.

અસંભવને સંભવ કરનાર શખ્સ
મણિપુરના લોકોએ આર્મસ્ટ્રોન્ગ પામે આ નામ આપવામાં આવ્યું છે- ‘મિરેકલ મેન’. વર્ષ 2012માં તેમણે મણિપુર, નાગાલેન્ડ અને અસમને જોડતા 100 કિલોમીટર લાંબા રાસ્તાનું નિર્ણાણ કરાયું હતું. તેને ‘પીપલ્સ રોડ’ અટેલ ‘જનતાનો માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. આ રસ્તાના નિર્માણ માટે તેમણે સરકાર પાસેથી કોઇ નાણાકીય મદદ માગી નથી.

fallbacks

2017માં શરૂ કરી હતી એક પહેલ
બે વર્ષ પહેલા આર્મસ્ટ્રોન્ગ પામેએ એક નવી પહેલ શરૂ કરી હતી. 2017ની શરૂઆતથી તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું દર શુક્રવારે તેમના ઘરે ડિનર પર બોલાવે છે. તેઓ બાળકો સાથે વાત કરે છે. તેમના સપનાઓના જાણવા અને સમજવાનો પ્રયત્ન કરે છે. બીજા મુદ્દાઓ પર બાળકોની રાય પણ લે છે. તેઓ બાળકોને એ પણ પુછે છે કે આવનારા સમયમાં તેઓ તેમના જિલ્લાને કયા રૂપમાં જોવા માગે છે. આ ક્રમમાં આર્મસ્ટ્રોન્ગ પામેની મુલાકાત એક 11 વર્ષના બાળક સાથે થઇ હતી.

ઉપાડી બાળકની સારવારની જવાબદારી
પામે સાહેબની નિયુક્તિ ચૂંટણી દરમિયાન મિઝોરમના લુંગલેઇ જિલ્લામાં થઇ હતી. ત્યાં જ તેમની મુલાકાત 11 વર્ષના લાલરિંડીકાથી થઇ હતી. તેના હોઠ કપાયેલો હતો. જેના કારણે તેના હોઠના સ્નાયુઓ વિકસિત થઇ રહ્યાં ન હતા. લાલરિંડીકાને બોલવામાં અને ખાવામાં સમસ્યા થતી હતી. આ બાળક મિઝોરમના સુદૂર વિસ્તારના જેહતાત ગામનો નિવાસી હતો. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાના કારણે સર્જરી કરાવી ઇલાજ કરાવી શકતા નહોતા. પરંતુ કલેક્ટર આ બાળકની મદદ કરવા આગળ આવ્યા.

fallbacks

બાળકના પિતાને તેમના ખર્ચ પર બોલાવ્યા
આર્મસ્ટ્રોન્ગ પામેએ પોતાના ખર્ચે બાળકની સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો. સર્જરી ઇમ્ફાલમાં કરવાની હતી. પરંતુ બાળકના માતા-પિતા મુસાફરીનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા. એટલા માટે પામેએ પરિવારનો આ ખર્ચ પણ ઉઠાવ્યો હતો. લાલરિંડીકા અને તેના પિતાને જિલ્લા કલેક્ટરન ગાડીમાં ઇમ્ફાલ લાવવામાં આવ્યા હતા.

મળ્યા છે ઘણા એવોર્ડ
લાલરિંડીકાની સર્જરી સફળ રહી છે. તેના પિતાએ કહ્યું, અમે આખું જીવન કલેક્ટર સાહેબના આભારી રહિશું. અમને લાગે છે કે ભગવાને જ તેમને અમારા માટે મોકલ્યા છે. વર્ષ 2015માં તેમને ભારતના સૌથી પ્રતિષ્ઠિત આઇએએસ અધિકારીના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યાં હતા. વર્ષ 2018માં તેમણે 100 સૌથી પ્રભાવશાળી ‘ભવિષ્યના લીડર’ યાદીમાં પણ જગ્યા બનાવી લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More