Home> India
Advertisement
Prev
Next

VVIP હેલીકોપ્ટર મુદ્દે મોટી સફળતા, આરોપી રાજીવને દુબઇથી ભારત લવાયો

સક્સેનાના નાણા સંશોધનનાં આરોપમાં તેમની ભુમિકાની તપાસ કરી રહેલા પ્રવર્તન નિર્દેશાલયને સોંપવામાં આવે તેવી શક્યતા છે

VVIP હેલીકોપ્ટર મુદ્દે મોટી સફળતા, આરોપી રાજીવને દુબઇથી ભારત લવાયો

નવી દિલ્હી : વીવીઆઇપી હેલિકોપ્ટર મુદ્દે આરોપી દુબઇના અકાઉન્ટેંટ રાજીવ સક્સેનાને અહીં કાયદાનો સામનો કરવા માટે ભારત લાવવામાં આવ્યો છે. અધિકારીઓએ બુધવારે કહ્યું કે, સકસેનાને મોડી સાંજે દિલ્હી લાવવામાં આવ્યો. તેને દુબઇનાં અધિકારીઓને બુધવારે સવારે પકડ્યો હતો. સકસેનાને નાણા સંશોધનનાં આરોપમાં તેમની ભુમિકાનીત પાસ કરી રહેલ ઇડીને સોંપવામાં આવવાની આશા છે. 

વિશ્વમાં બ્રાંડ ઇન્ડિયાનો દબદબો, શ્રીલંકામાં દોડવા લાગી ભારતમાં બનેલી ટ્રેન

જેમ્સ મિશેલને ગત્ત વર્ષે દુબઇથી ભારત લાવવામાં આવ્યો હતો
આ મુદ્દે સહ આરોપી અને કથિત વચેટિયા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન જેમ્સ મિશેલને ગત્ત વર્ષે ડિસેમ્બરમાં દુબઇથી પ્રત્યાર્પીત કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે હાલ ન્યાયીક કસ્ટડીમાં છે. ઇડીએ દુબઇમાં રહેનારા સક્સેનાને આ મુદ્દે અનેક વખત બોલાવી ચુકી છે અને નોટિસ ફટકારી ચુકી છે. 2017માં ચેન્નાઇ હવાઇ મથકથી તેની પત્ની શિવાની સક્સેનાની ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ જામીન પર છે. 

પીયૂષ ગોયલ રજુ કરશે બજેટ, ખેડૂતો અને મિડલ ક્લાસને મનાવવાનાં પ્રયાસો થશે

ઇડીનો આરોપ છે કે સકસેના, તેની પત્ની અને દુબઇ ખાતેની તેની બે ફર્મોએ નાણા સંશોધન કર્યું હતુ. ઇડીએ આ મુદ્દે દાખલ આરોપ પત્રમાં સકસેનાના નામનો પણ સમાવેશ કર્યો છે. તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જો કે તે લાંબા સમયથી ભાગતો ફરતો હતો. જો કે સરકારને મહત્વપુર્ણ સફળતા મળી છે અને હવે તેને ભારતમાં પ્રત્યાર્પીત કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More