Home> India
Advertisement
Prev
Next

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, મુંબઈથી પણ રાહતના સમાચાર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સોમવારે મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે માત્ર 37 હજાર 236 નવા કેસ સામે આવ્યા છે.
 

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, મુંબઈથી પણ રાહતના સમાચાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સોમવારે મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે માત્ર 37 હજાર 236 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ઘણા દિવસ સુધી સતત 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. આ સાથે રાજ્યની રાજધાની મુંબઈથી પણ કોરોના મામલે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં બે હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના 37236 નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હજુ રાજ્યમાં 5,90,818 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોતની સાથે કુલ મૃત્યુઆંક વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા 44,69,425 છે. છેલ્લા એક દિવસમાં 61,607 લોકોએ કોરોનાને માત આપી છે.

મુંબઈમાં માત્ર 1794 નવા કેસ સામે આવ્યા છે. સાથે 74 લોકોના મૃત્યુ થયા છે. મહાનગરમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6,78,269 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 45534 છે. 

આ પહેલા મહારાષ્ટ્રમાં રવિવારે વાયરસના 48401 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાને રોકવા માટે અનેક પ્રતિબંધો પણ લાગૂ છે. હવે આ પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. 

આ પણ વાંચોઃ Corona Crisis પર કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવાની કરી માંગ  

જાણો દેશમાં શું છે વાયરસની સ્થિતિો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,66,161 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,26,62,575 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,86,71,222 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે હજુ પણ 37,45,237 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3754 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,46,116 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લોકોનું રસીકરણ થયું છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More