Home> Entertainment
Advertisement
Prev
Next

'RRR' સ્ટાર થયા કોરોનાનો શિકાર, Jr NTR નો રિપોર્ટ પોઝિટિવ આવતા કહ્યું...

અલ્લુ અર્જુન (Allu Arjun), પવન કલ્યાણ (Pawan Kalyan) અને પૂજા હેગડે (Pooja Hegde) બાદ હવે સાઉથના જાણીતા અભિનેતા જુનિયર એનટીઆરનો (Jr NTR) પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે

'RRR' સ્ટાર થયા કોરોનાનો શિકાર, Jr NTR નો રિપોર્ટ પોઝિટિવ આવતા કહ્યું...

નવી દિલ્હી: અલ્લુ અર્જુન (Allu Arjun), પવન કલ્યાણ (Pawan Kalyan) અને પૂજા હેગડે (Pooja Hegde) બાદ હવે સાઉથના જાણીતા અભિનેતા જુનિયર એનટીઆરનો (Jr NTR) પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની એક પોસ્ટ દ્વારા પોતે પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે. પોસ્ટર શેર કરતી વખતે, જુનિયર એનટીઆરએ જણાવ્યું છે કે તે અને તેનો પરિવાર હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે.

જુનિયર એનટીઆરએ ટ્વિટ કરીને લખ્યું કે, 'હું કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યો છું. પ્લીઝ ચિંતા કરવાની જરૂર નથી અને હું ઠીક છું. હું અને મારો પરિવાર આઈસોલેટ છે અને ડોકટરોની દેખરેખમાં રહીને અમે તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ. ભૂતકાળમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવો. સલામત રહો.' જુનિયર એનટીઆર કોરોના પોઝિટિવ હોવાથી ચાહકો તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક યૂઝર્સે કોમેન્ટ કરી, 'ચિંતા કરશો નહીં, લાખો ચાહકો તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે.'

આ પણ વાંચો:- Anupamaa સીરિયલમાં ફરી એકવાર આવશે ટ્વિસ્ટ, કાવ્યા કરે છે આત્મહત્યા?

વર્કફ્રન્ટ વિશે વાત કરતાં, જુનિયર એનટીઆર ટૂંક સમયમાં રામ ચરણ (Ram Charan) સાથે એસ.એસ. રાજામૌલીની (SS Rajamouli) મેગ્નમ ઓપ્સ આરઆરઆરમાં (RRR) જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અજય દેવગનની (Ajay Devgn) સાથે ઇન્ટરનેશનલ કલાકાર પણ જોવા મળશે. 'આરઆરઆર' ભારતના બે સ્વતંત્રતા સેનાનીઓ- અલ્લુરી સીતારામ રાજુ (ચરણ) અને કોમારામ ભીમની (રામારાવ) કાલ્પનિક વાર્તા છે, જેમાં બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામ સામેની લડાઇ મોટા પડદા પર બતાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More