Home> India
Advertisement
Prev
Next

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં કેટલા દિવસ ચાલશે ઠાકરે સરકાર? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો દાવો

Maharashtra Political Crisis: કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમે માત્ર 2-3 દિવસ વિપક્ષમાં છીએ. મહાવિકાસ અઘાડી સરકાર પોતાના અધૂરા કામ પૂરા કરે. 

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં કેટલા દિવસ ચાલશે ઠાકરે સરકાર? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો દાવો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમે માત્ર 2-3 દિવસ વિપક્ષમાં છીએ. મહાવિકાસ અઘાડી સરકાર અધૂરા કામ પૂરા કરે. રાવસાહેબે આ દાવો એક જનસભાને સંબોધિત કરતા કર્યો છે. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'આજે હું મંત્રી છું... રાજેશ ટોપે રાજ્યમાં મંત્રી છે. મને અઢી વર્ષ થયા તો ટોપેને 14 વર્ષ તમારે તમારા કાર્યકાળમાં કોઈ બીજા કામ કરવાના છે તો જલદી કરી લો, સમય નિકળી રહ્યો છે. અમે માત્ર 2-3 દિવસ વિપક્ષમાં છીએ.'

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવા બાદ ઠાકરે સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. એકનાથ શિંદે 40થી વધુ ધારાસભ્યો પોતાની સાથે હોવાનો દાવો કરી રહ્યાં છે. એકનાથ શિંદે પોતાના જૂથના ધારાસભ્યો સાથે અસમના ગુવાહાટીમાં છે. તે પાછલા બુધવારથી અહીં એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા છે. 

વધી રહી છે શિંદેની તાકાત
ગુવાહાટીમાં કેમ્પ બનાવી રહેતા શિંદેની તાકાત સતત વધી રહી છે. મહારાષ્ટ્રના અન્ય એક મંત્રી ઉદય સામંત રવિવારે ગુવાહાટી પહોંચ્યા અને બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા હતા. સામંત અસમ પોલીસની સાથે રાષ્ટ્રીય રાજમાર્ગ 37ની પાસે રેડિસન બ્લૂ હોટલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ Maharashtra: કેન્દ્રની ડફલી પર નાચી રહ્યાં છે બળવાખોર ધારાસભ્યો, રાજકીય સંકટ પર 'સામના'માં ભાજપ પર હુમલો

અત્યાર સુધી મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ગુલાબરાવ પાટિલ, દાદા ભુસે, સંદીપન ભુમરે અને રાજ્યમંત્રી શુંબારાજે દેસાઈ અને અબ્દુલ સત્તાર વિદ્રોહી જૂથમાં સામેલ થઈ ગયા છે. એક અન્ય મંત્રી પ્રહાર જનશક્તિ પાર્ટીના બાચુ કડૂ અને શિવસેના કોટાથી અપક્ષ મંત્રી રાજેન્દ્ર યેદ્રાવકર પણ શિંદે સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More