Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો, ધુલે-નંદુરબાર local body by-election માં ભગવો લહેરાયો

મહારાષ્ટ્ર (Maharashtra) માં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પેટાચૂંટણી (local body by-elections) માં સત્તાધારી શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધુલે અને નંદુરબારમાં જીત મેળવી છે. 

મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો, ધુલે-નંદુરબાર local body by-election માં ભગવો લહેરાયો

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પેટાચૂંટણી (local body by-elections) માં સત્તાધારી શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ધુલે-નંદુરબાર વિધાન પરિષદ પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. જ્યારે શિવસેનાના નેતૃત્વવાળા મહાવિકાસ આઘાડી ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે. 

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ધુલે-નંદુરબાર વિધાન પરિષદ પેટાચૂંટણી ( Legislative Council By-election) ના પરિણામ આવી ગયા છે. આ પેટા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો મળ્યો છે. ભાજપના ઉમેદવારે પેટાચૂંટણીમાં હરિફ ઉમેદવારને સજ્જડ હારનો સામનો કરાવ્યો છે. 

ભાજપના ઉમેદવાર અમરીશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર અભિજીત પાટીલને હરાવ્યા. જો કે હજુ તેમની જીતની અધિકૃત રીતે જાહેરાત થઈ નથી. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં આ્યા બાદ પોતાની પહેલી સ્થાનિક ચૂંટણી લડી રહ્યું હતું.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More