Home> Business
Advertisement
Prev
Next

Fortuneની ટોપ 500 ભારતીય કંપનીઓની યાદી જાહેર, ટોપ 3માં RIL, IOCL અને ONGC

દેશની બીજી સૌથી મોટી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)પાંચમા ક્રમે રહી છે. યાદીમાં ટાટા મોટર્સ (Tata Motors)છઠ્ઠા સ્થાને રહી છે તથા ગોલ્ડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી રાજેશ એક્સપર્ટ સાતામા ક્રમે રહી છે.

Fortuneની ટોપ 500 ભારતીય કંપનીઓની યાદી જાહેર, ટોપ 3માં RIL, IOCL અને ONGC

નવી દિલ્હી: મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL)ને દેશમાં કાર્યરત ટોપ 500 કંપનીમાં પ્રથમવાર સ્થાન મળ્યું છે. ફોર્ચ્યૂન ઇન્ડીયા દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટના અનુસાર બીજા સ્થાન પર સરકારી કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને ત્રીજા સ્થાન પર ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)રહી છે. આ યાદીને કલકત્તા સ્થિત આરપી સંજીવ ગોયનકા ગ્રુપની ફોર્ચ્યૂન ઇન્ડીયા (Fortune India)કંપનીએ જાહેર કરી છે. યાદીમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) ચોથા ક્રમે છે. 

દેશની બીજી સૌથી મોટી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)પાંચમા ક્રમે રહી છે. યાદીમાં ટાટા મોટર્સ (Tata Motors)છઠ્ઠા સ્થાને રહી છે તથા ગોલ્ડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી રાજેશ એક્સપર્ટ સાતામા ક્રમે રહી છે. દેશની સૌથી મોટી આઇટી સેવા કંપની ટાટા કંસલ્ટેંસી સર્વિસિસ (TCS) આઠમા અને આઇસીઆઇસીઆઇ બેંક (ICICI)નવા તથા લાર્સન એન્ડ ટૂબ્રો (Larsen and Toubro)10મા ક્રમે રહી છે. 

'ફોર્ચ્યૂન ગ્લોબલ 500'માં RIL ટોપ 100માં સામેલ
આ પહેલાં ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલી વૈશ્વિક રેંકિંગ (World Ranking)માં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL) 10 ક્રમની છલાંગ લગાવીને 'ફોર્ચ્યૂન ગ્લોબલ 500' યાદીની ટોચની 100 કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે તેલ, પેટ્રોરસાયણ, રિટેલ અને ટેલિકોમ જેવા સેક્ટરમાં કામ કરનાર રિલાયન્સને ફોર્ચ્યૂનની 2020ની આ વૈશ્વિક કંપનીઓની યાદીમાં 96મું સ્થાન મળ્યું હતું.  ફોર્ચ્યૂનની ટોચ 100ની યાદીમાં સામેલ થનાર રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની હતી. આ પહેલાં રિલાયન્સ આ યાદીમા6 2012માં 99મા સ્થાન પર રહી હતી. 

'ફોર્ચ્યૂન ગ્લોબલ 500'માં 34 પોઇન્ટ સરકીને સાર્વજનિક ક્ષેત્રની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન 151મા ક્રમે રહી હતી. તો બીજી તરફ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની રેકિંગ ગત વર્ષના મુકાબલે 30 સ્થાન સરકીને 190મી રહી. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકની રેકિંગમાં 15નો સુધારો થયો હતો અને આ 221મા સ્થાન પર રહી હતી. આ યાદીમાં સામેલ થવાથી અન્ય ભારતીય કંપનીઓમાં ભારત પેટ્રોલિયમ 309મી, ટાટા મોટર્સ 337મી અને રાજેશ એક્સપર્ટ 462મા રેંક પર રહી હતી. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More