Home> India
Advertisement
Prev
Next

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : આ બેઠકો પર છે સૌની નજર, જાણો કેમ છે ખાસ?

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણી બધી રીતે ખાસ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ માટે વનવાસ પૂર્ણ કરી ફરી સત્તા પ્રાપ્ત કરવાની હોડ છે. ઉપરાંત આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી 2019 પૂર્વેના આ મહાજંગને ભાજપ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટની રીતે પણ જોવામાં આવી રહયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા જીત માટે કવાયત ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ટોપ ટેન બેઠકો હાલમાં ચર્ચાનું કારણ બની છે. જેમાં બંને પક્ષોના મહારથીઓના ભાવિ દાવ પર છે. તો આવો જાણીએ આવી કઇ બેઠકો છે કે જેના પર સૌની નજર જામી છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : આ બેઠકો પર છે સૌની નજર, જાણો કેમ છે ખાસ?

નવી દિલ્હીમધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણી બધી રીતે ખાસ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ માટે વનવાસ પૂર્ણ કરી ફરી સત્તા પ્રાપ્ત કરવાની હોડ છે. ઉપરાંત આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી 2019 પૂર્વેના આ મહાજંગને ભાજપ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટની રીતે પણ જોવામાં આવી રહયો છે. 

પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી જંગમાં મધ્યપ્રદેશની ચૂંટણી ઘણી બધી રીતે મહત્વની કહેવાય છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ગઢ કહેવાય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે એન્ટીઇન્કમબન્સી પણ ઉઠી રહી હોવાના દાવા વચ્ચે કોંગ્રેસ માટે ઉજળી તક છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા પણ એડી ચોટીનું જોર લગાવાયું છે. ભાજપ કોંગ્રેસ દ્વારા જીત માટે કવાયત ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ટોપ ટેન બેઠકો હાલમાં ચર્ચાનું કારણ બની છે. જેમાં બંને પક્ષોના મહારથીઓના ભાવિ દાવ પર છે. તો આવો જાણીએ આવી કઇ બેઠકો છે કે જેના પર સૌની નજર જામી છે. 

1. બુધની : આ બેઠક પર ખુદ ગબ્બરનું ભાવિ લાગ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સીધો મુકાબલો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અરૂણ યાદવ સાથે છે. બે બળીયા વચ્ચેનો જંગ ચર્ચાનું કારણ બન્યો છે. 

fallbacks

2. હોશંગાબાદ : આ બેઠક પરથી ભાજપના બીજા દિગ્ગજ નેતાની પોતાના જ એક નેતા સાથે સીધી ટક્કર છે. વિધાનસભા અધ્યક્ષ ડો. સીતાસરન શર્મા સામે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સરતાજસિંહ સામે ટક્કર છે. સરતાજસિંહ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હોવાથી ભાજપ માટે કેટલેક અંશે જીતવું આસાન નથી. 

3. વારાસિવની : અહીં મુખ્યમંત્રીના સાળા સંજયસિંહ મસાણી કોંગ્રેસના ઉમેદવાર છે. જેને લઇને ભાજપ માટે અસંમજસ જેવી સ્થિતિ છે. અહીં ત્રિકોણીય જંગ છે. 

4. દમોહ : આ બેઠક પર પણ એક દિગ્ગજ નેતા અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતાં ભાજપ કોંગ્રેસની ઉંઘ હરામ થઇ છે. પૂર્વ મંત્રી રામકૃષ્ણ કુસમરિયાએ અહીં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેને પગલે આ બેઠક ચર્ચામાં છે. 

5. ભોજપુર : આ બેઠક પર ભાજપ કોંગ્રેસના બે બળીયા નેતાઓ વચ્ચે જંગ છે. ભાજપ સરકારના મંત્રી સુરેન્દ્ર પટવા સામે અહીં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી સાથે મુકાબલો છે. બંને દિગ્ગજ નેતાઓ મેદાનમાં હોવાથી આ બેઠક હોટ છે. 

fallbacks

6. હરસૂદ : ભાજપ સરકારના મંત્રી અને મકડાઇ રિયાસતના વિજય શાહ અને કોંગ્રેસના સુખરામ સાલ્વે વચ્ચે ખરાખરીનો જંગ છે. 

7. રીવા : શિવરાજ સરકારના ઉર્જા મંત્રી રાજેન્દ્ર શુકલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. જેને કોંગ્રેસના અભય મિશ્રા ટક્કર આપી રહ્યા છે. સાથોસાથ અહીં બસપા અને સપા પણ મેદાનમાં હોવાથી અહીં મતના સમરાંગણ જેવી સ્થિતિ છે. 

8. ખુરઇ : આ બેઠક પર રાજ્યના ગૃહમંત્રીનું ભાવિ જોડાયું છે. રાજ્યના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહ અને કોંગ્રેસના અરૂણોદય ચૌબે વચ્ચે ટક્કર છે. 

9. ઇન્દોર-3 : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશને તક આપવામાં આવી છે. ભાજપના આ યુવા નેતાની સીધી ટક્કર કોંગ્રેસના અશ્વિન જોશી સામે જંગ છે. 

10. ઇન્દોર-2 : આ બેઠક પરથી ભાજપના પૂર્વ મંત્રી રમેશ મેંદોલા અને કોંગ્રેસના મોહન સેંગર વચ્ચે ટક્કર છે. આ બંને બળીયા નેતાઓ વચ્ચે સીધો જંગ ચર્ચામાં છે. 

વિધાનસભા ચૂંટણી 2018 વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More