Home> India
Advertisement
Prev
Next

BJP ને પછાડવા માટે કોંગ્રેસ 2004ના ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે, 2024ના પ્લાન વિશે થયો ખુલાસો!

Congress plan for 2024 Election: આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં હવે 8-9 મહિનાનો સમય બચ્યો છે અને કોંગ્રેસ વિપક્ષી દળો સાથે મળીને ભાજપને હરાવવાની કોશિશમાં લાગી છે. જ્યારે ભાજપ પણ ત્રીજીવાર સત્તા મેળવવા માટે એનડીએનો પરિવાર વધારવામાં લાગી છે.

BJP ને પછાડવા માટે કોંગ્રેસ 2004ના ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે, 2024ના પ્લાન વિશે થયો ખુલાસો!

Congress plan for 2024 Election: આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં હવે 8-9 મહિનાનો સમય બચ્યો છે અને કોંગ્રેસ વિપક્ષી દળો સાથે મળીને ભાજપને હરાવવાની કોશિશમાં લાગી છે. જ્યારે ભાજપ પણ ત્રીજીવાર સત્તા મેળવવા માટે એનડીએનો પરિવાર વધારવામાં લાગી છે. આજે બેંગ્લુરુમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષની મહત્વની બેઠક છે જ્યારે એનડીએની બેઠક દિલ્હીમાં થવાની છે. 

સોનિયા ગાંધી પહેલીવાર કરી રહ્યા છે આવું કઈંક
બેંગ્લુરુમાં ચાલી રહેલી વિપક્ષની બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતે સામેલ થઈ રહ્યા છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે સોનિયા ગાંધી આ પ્રકારની કવાયતમાં પોતે ભાગ લઈ રહ્યા છે અને તેને લીડ કરવાની કોશિશમાં લાગ્યા છે. જો કે તેનો સીધો ફાયદો વિપક્ષી એક્તાને પણ મળી શકે છે. કારણ કે શરદ પવાર અને મમતા બેનર્જી જેવા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવામાં પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. તેમને સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી એક્તા બનાવવામાં કોઈ મુશ્કેલી નહી હોય. 

2004ના ફોર્મ્યૂલા પર કામ કરે છે કોંગ્રેસ
આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે કોંગ્રેસ વર્ષ 2004ના ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. વાત જાણે એમ છે કે વર્ષ 2004ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળા એનડીએનો મુકાબલો કરવા માટે સમાન વિચારધારાવાળા 6 પક્ષોની સાથે ગઠબંધન કર્યું હતું. જેમાં ઝારખંડમાં જેએમએમ, બિહારમાં આરજેડી-એલજેપી, મહારાષ્ટ્રમાં એનસીપી, આંધ્ર પ્રદેશમાં ટીઆરએસ, અને તમિલનાડુમાં ડીએમકે સામેલ થયા હતા. 

દિલ્હીમાં ફરી વધ્યું યમુનામાં પાણી, ગુજરાતમાં આજથી અતિ ભારે વરસાદની આગાહી

NDA Power: છેલ્લાં 25 વર્ષમાં કેટલી વધી NDA ની તાકાત? જાણો બીજા બધા શું કરે છે

મોદી અને શાહે કેમ નીતિન કાકા માટે કાઢ્યું અઘરું પેપર? શું રાજસ્થાન થઈને જવાશે દિલ્લી

કોંગ્રેસના આ ફોર્મ્યૂલાનો ફાયદો 2004માં થયો હતો અને આ 5 રાજ્યોની 188 લોકસભા સીટોમાંથી 114 સીટો કોંગ્રેસે મેળવી હતી. જ્યારે તેમના સહયોગીઓ 56 સીટો જીત્યા હતા. ત્યારબાદ યુપીએ સત્તામાં આવી હતી. હવે કોંગ્રેસ એકવાર ફરીથી સમાન વિચારધારાવાળા પક્ષોને સાથે લાવીને 2024માં એનડીએને હરાવવાનો પ્લાન બનાવી રહી છે. 

ભાજપ પણ પાછળ નથી
જો કે સહયોગી પક્ષોને ભેગા કરવાનું કામ ફક્ત કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપ પણ કરી રહ્યો છે. ભાજપે પોતાના જૂના સહયોગીઓને ફરીથી ભેગા કરવા માંડ્યા છે. ભાજપે આજે એનડીએની બેઠક બોલાવી છે. જેમાં 38 પક્ષો સામેલ થશે. બેઠકની બરાબર પહેલા ઓમ પ્રકાશ રાજભર અને ચિરાગ પાસવાનની પાર્ટી એનડીએમાં જોડાઈ છે. જ્યારે યુપી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી છોડનારા દારા સિંહની ફરીથી ભાજપમાં વાપસી થઈ છે. આ ઉપરાંત એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને એનસીપી નેતા અજિત પવાર પણ કાકા શરદ પવાર સામે બળવો પોકારીને એનડીએમાં જોડાઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More