Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રોપર્ટી ખરીદવાના કે વેચવાના છો તો આ નિયમ પર ધ્યાન આપજો, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર

Property Investment In Gujarat : રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં રજિસ્ટ્રારની એપ્લિકેશનમાં તમામ પક્ષકારોના આધાર કાર્ડને ફરજિયાત કરવા વિચારણા હાથ ધરાઈ 

પ્રોપર્ટી ખરીદવાના કે વેચવાના છો તો  આ નિયમ પર ધ્યાન આપજો, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર

Ahmedabad Property Market : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મિલકત સંબંધી છેતરપીંડી વધવા લાગી છે. ત્યારે આ પ્રકારના ફ્રોડ રોકવા માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. ગુજરાતમાં હવે દસ્તાવેજ નોંધણી માટે તમામ પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાની હાલ વિચારણા ચાલી રહી છે. સરકારના આ નિર્ણયથી યુઆઈડી નંબરને આધારે જમીન-મકાન મિલકત ધારકની ઓળખ થતા ફ્રોડ અટકશે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં રજિસ્ટ્રારની એપ્લિકેશનમાં તમામ પક્ષકારોના આધાર કાર્ડને ફરજિયાત કરવા વિચારણા હાથ ધરાઈ છે. હાલ રજિસ્ટ્રારન ઓફિસમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય છે જ, પરંતુ તેને મિલકતની નોંધણી સાથે લિંક કરાતુ નથી. પરંતુ મિલકતના ફ્રોડ અટકાવવા માટે હવે આધાર કાર્ડને મિલકતની નોંધણી સાથે લિંક કરવુ ફરજિયાત બનાવાશે. આવી સલાહ એક્સપર્ટસની ટીમ દ્વારા આપવામાં આવી છે. જેના પર હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. 

ગુજરાતના આ મંદિરમાં મૂંગો પણ બોલતો થાય છે, માતાજીએ અનેકવાર આપ્યા છે પરચા

આ પ્રકારે સરકાર મિલકતમાં થતી છેતરપીંડી અટકાવવા કટિબદ્ધ બની છે. આ અંગે મહેસૂલ વિભાગના સૂત્રોનું કહેવુ છે કે, આ સમગ્ર મામલો હાલ વિચારણા હેઠળ છે. આ નિયમમાં ફેરફાર હોવાથી સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ જ જાહેરાત કરાશે. 

અધિક માસમાં દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જન્માષ્ટમીની ઉજવણી બે વાર કરાશે

ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેસૂલ વિભાગ આધાર કાર્ડને લિંક કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતું જમીન માલિકોએ તેનો વિરોધ કરીને રાજકીય દબાણની મદદ લઈને તેના અમલને અટકાવ્યો હતો. કારણ કે,7/12  સાથે યુઆઈડી લિંક થતા જ અનેક જમીન માલિકો સામે ટોચ મર્યાદાનું ભય સ્થાન હતુ. પરંતુ હાલ મિલકતમાં છેતરપીંડીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ માટે સરકાર લેન્ડ ગ્રેબિંગ કાયદો પણ લાવી છે, જેમાં અનેક પગલા પણ લેવાયા છે. ત્યારે હવે આ છેતરપીંડી અટકાવવા સરકાર મકક્મ બની છે. 

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી : ગુજરાતના આટલા જિલ્લા સાવધાન, ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે

ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી કાળા માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી કોઈ જીવાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More